ભાજપે વધુ સાત રાજ્યોના પ્રમુખોના નામ કર્યા જાહેર

Spread the love

 

  • ઉત્તરાખંડના પ્રમુખ તરીકે મહેન્દ્ર ભટ્ટ
  • પોંડીચેરીના પ્રમુખ તરીકે વી.પી. રામાલિંગમ
  • આંધ્રપ્રદેશના પ્રમુખ પદે પી.વી.એન.માધવ
  • તેલંગણા ના પ્રમુખ તરીકે એન. રામચંદ્રેર રાવ
  • હિમાચલ પ્રદેશના પ્રમુખ તરીકે ડૉ.રાજીવ બિંદલની નિયુક્તિ
  • મહારાષ્ટ્રમાં રવિન્દ્ર ચવ્હાણ
  • મધ્યપ્રદેશના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાર

ભારતીય જનતા પાર્ટી (BJP) માં એક મોટો ફેરફાર થવાનો છે.

પાર્ટી આગામી થોડા અઠવાડિયામાં તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવાની તૈયારી કરી રહી છે.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી તરફ એક મોટું પગલું ભર્યું છે. પાર્ટીએ મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ એમ 5 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો નક્કી કર્યા છે. આ સાથે રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી પણ યોજાઈ રહી છે. ભાજપની આંતરિક સંગઠનાત્મક ચૂંટણીઓની આ કડી સીધી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી સાથે જોડાયેલી છે. પાર્ટીની પરંપરા મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા ઔપચારિક રીતે રાજ્ય પ્રમુખોની ચૂંટણી પૂર્ણ થયા પછી જ શરૂ થાય છે. આવી સ્થિતિમાં, જુલાઈના પહેલા અઠવાડિયામાં આ દિશામાં મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ પણ તેજ થઈ શકે છે.

ઉત્તરાખંડના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટ

ઉત્તરાખંડમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પદ પર મહેન્દ્ર ભટ્ટ સતત બીજી વખત ચૂંટાયા છે. પ્રદેશ પ્રમુખ પદ પર નામાંકનની પ્રક્રિયામાં માત્ર ભટ્ટનું જ નામાંકન થયું હતું. રાષ્ટ્રીય પરિષદ સભ્ય માટે પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંક, ત્રિવેન્દ્ર સિંહ રાવત, તીરથ સિંહ સહિત આઠ વરિષ્ઠ નેતાઓને પસંદ કરાયા છે.

તેલંગાણામાં એન રામચંદ્ર રાવ પ્રદેશ પ્રમુખની કમાન સંભાળશે

તેલંગાણામાં એન રામચંદ્ર રાવ પ્રદેશ પ્રમુખની કમાન સંભાળશે. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેને અહીં ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા હતા. તેમની પસંદગી નિશ્ચિત છે, કારણ કે તેમની સામે અન્ય કોઈ ઉમેદવારી નોંધાવવામાં આવી નથી. ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ અને કરીમનગરના સાંસદ બંદી સંજય કુમારનો કાર્યકાળ જુલાઈમાં સમાપ્ત થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં રવિન્દ્ર ચવ્હાણ હવે પૂર્ણ-સમયના રાજ્ય પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

મહારાષ્ટ્રમાં રવિન્દ્ર ચવ્હાણ હવે પૂર્ણ-સમયના રાજ્ય પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. તેમણે આજે ઔપચારિક રીતે પોતાનું ઉમેદવારી નોંધાવ્યું હતું. મહારાષ્ટ્ર ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી અધિકારી છે, જ્યારે ભાજપના સાંસદ પીસી મોહનને આંધ્રપ્રદેશમાં આ જવાબદારી સોંપવામાં આવી છે.

મધ્યપ્રદેશના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાર!

મધ્યપ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાર હશે. જોકે, તેની સત્તાવાર જાહેરાત બાકી છે. બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આજે ખંડેલવાલે ભાજપ કાર્યાલયમાં પોતાનું નામાંકન પત્ર જમા કર્યું. જણાવી દઈએ કે, ખુદ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ ખંડેલવાલના પ્રસ્તાવક બન્યા અને તેમનું નામાંકન પત્ર જમા કરાવ્યું.

હિમાચલ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કોની પસંદગી

હિમાચલ પ્રદેશમાં રાજીવ જિંદલને ત્રીજી વખત પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં પીએનવી માધવ અને તેલંગાણામાં રામચંદર રાવની પસંદગી થઈ છે. મિઝોરમના ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ડૉ. કે. બેઇચુઆને બનાવાયા છે. આંદામાન અને નિકોબારના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ અનિલ તિવારીને બનાવાયા છે.

આ પાંચ રાજ્યોમાં પ્રમુખોની પસંદગી સાથે, ભાજપ 19 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની ચૂંટણી પૂર્ણ કરશે. આ પછી, 2 જુલાઈએ મધ્યપ્રદેશમાં ચૂંટણીનો પ્રસ્તાવ છે. આનાથી કુલ 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા પ્રમુખોની નિમણૂક થશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યોમાં નવા નેતૃત્વની સ્થાપનાથી પાર્ટીને આગામી ચૂંટણીઓ માટે મજબૂત સંગઠન મળશે. આ પ્રક્રિયા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી માટેનો તબક્કો તૈયાર કરી રહી છે. આગામી થોડા દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ અંગે મહત્વપૂર્ણ સંકેતો બહાર આવી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *