લિફટમાં સગીરા ગઈ તો તુરંત જ વૃદ્ધ પણ ઘૂસી ગયો લિફટમાં, શરમજનક કર્યું કૃત્ય

Spread the love

 

અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન એક અત્યંત આંચકાજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક 12 વર્ષીય સગીરા પોતાના ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે સોસાયટીની લિફ્ટમાં તેની સાથે એક શરમજનક કૃત્ય થયું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

લિફ્ટમાં સિક્યોરિટી ગાર્ડની શરમજનક ની હિંમતભરી હરકત

ઘટના સાંજે બની હતી જ્યારે આ ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા ટ્યુશન ક્લાસથી છૂટીને સોસાયટીમાં આવી.

પોતાના ઘરે જવા માટે તે લિફ્ટમાં પ્રવેશી. તેની પાછળ સોસાયટીનો જ 56 વર્ષીય વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ પણ લિફ્ટમાં ઘુસી ગયો. જેવો લિફ્ટનો દરવાજો બંધ થયો, તેણે તકનો લાભ ઉઠાવી સગીરાના ગુપ્ત ભાગે અડપલાં કરવાનું શરૂ કર્યું.

આ અચાનક બનેલી ઘટનાથી સગીરા એકદમ ગભરાઈ ગઈ હતી. જોકે, તેણે હિંમત રાખીને તુરંત બુમાબુમ કરવાનું શરૂ કર્યું. તેની ચીસો સાંભળીને સોસાયટીના અન્ય લોકો એકઠા થઈ ગયા. આરોપી સિક્યોરિટી ગાર્ડે ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતર્ક નાગરિકોએ તેને દબોચી લીધો અને તાત્કાલિક પોલીસને જાણ કરી.

આ અંગેની જાણ સગીરાના માતા-પિતાને થતાં, તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મૂળ ઉત્તર ભારતના અને બેંક મેનેજર તરીકે ફરજ બજાવતા સગીરાના પિતાએ જણાવ્યું કે તેમની પત્નીએ તેમને જાણ કરી કે પુત્રી એકદમ ગભરાયેલી હાલતમાં રડતી રડતી ઘરે આવી હતી. દંપતીએ પુત્રીની પૂછપરછ કરતા તેણે લિફ્ટમાં બનેલી સમગ્ર ઘટના વર્ણવી.

આટલું સાંભળીને વાલીઓએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરી. મેસેજ મળતા જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના લોકો અને ભોગ બનનાર સગીરાની પૂછપરછ કરી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સિક્યોરિટી ગાર્ડ દોષિત જણાતા, 56 વર્ષીય આરોપી સામે ગુનો નોંધી સ્થળ પરથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સગીરા ટ્યુશનથી પરત આવી ત્યારે આ સોસાયટીની ઓરડીમાં રહેતા ગાર્ડે તેનો પીછો કર્યો હતો અને તરૂણી જેવી લિફ્ટમાં પ્રવેશી કે તરત જ તે પણ તેની સાથે લિફ્ટમાં પ્રવેશી ગયો. તેણે તરૂણીની છેડતી કરી.

પોલીસને શંકા છે કે આરોપીને એમ હતું કે સગીરા આ બાબત કોઈને જણાવશે નહીં, પરંતુ તેણે પરિવારને જાણ કરી. આ ઘટના તેની મોડસ ઓપરેન્ડી (કાર્યપ્રણાલી) હોવાની પણ શક્યતાઓ છે. આથી, પોલીસે હાલ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે તેણે અગાઉ કોઈ બાળકો સાથે આવું ગેરવર્તન કર્યું છે કે કેમ. આ કિસ્સો સુરક્ષાકર્મીઓની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા કરે છે અને માતા-પિતાને પોતાના બાળકોની સુરક્ષા અંગે વધુ સતર્ક રહેવાની ચેતવણી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *