હવે પેકીંગ જ બતાવી દેશે, દવા સસ્તી છે કે મોંઘી બ્રાન્ડની

Spread the love

 

દેશના ઔષધી મહાનિયંત્રક (પીજીસીઆઈ) દવાઓના પેકેજીંગ અને લેબલીંગ સાથે જોડાયેલા નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. જે અંતર્ગત હવે દવાના પેકેટ પર લખેલી સમાપ્તિ તિથિ (એકસપાયરી ડેટ) અને અન્ય જાણકારી વાંચવી સરળ થઈ જશે. આનો ઉદેશ દર્દીઓને દવાઓના બારામાં સ્પષ્ટ અને સાચી જાણકારી આપવાનો છે. નવા નિયમો બાદ જેનરિક અને બ્રાન્ડેડ દવાઓમાં અંતર કરવું સરળ બની જશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગ્રાહકો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે દવાઓના પેકેટ પર માહિતી નાના અક્ષરોમાં હોય છે. ચમકદાર લેબલમાં વાંચવું મુશ્કેલ બને છે અને જેનરિક અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે ફરક કરવો મુશ્કેલ બને છે. આ બાબતો જઈને આ પહેલ કરવી પડી છે.
પારદર્શિતા વધશે: વિશેષજ્ઞોનું માનવું છે કે આ ફેરફારથી દવા બજારમાં પારદર્શિતા આવશે. દર્દીઓનો ભરોસો વધશે અને તેની જરૂરતના હિસાબે સાચી દવા પસંદ કરી શકશે. આંકડા મુજબ ભારતીય દવા બજારમાં મે 2025 સુધીમાં 19720 કરોડ રૂપિયાની દવાઓનું વેચાણ થયુ હતું. જે ગત વર્ષની તુલનામાં 7.2 ટકા વધુ છે. આનો મતલબ એ છે કે દવાઓની સતત માંગ વધી રહી છે.
સમિતિ જલદી રિપોર્ટ સોંપશે: નિયામકે પ્રસ્તાવિત નિયમોની સમીક્ષા માટે એક ઉપ-સમિતિ બનાવી છે જે ઝડપથી પોતાનો રિપોર્ટ સોંપશે. આ સમિતિ દવાઓ અને સૌંદર્ય પ્રસાધન નિયમ 1945માં આ ફેરફારોને સામેલ કરવાની રીત તરીકે પણ જોઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *