
બોલિવુડની સુપરસ્ટાર દિપિકાએ હોલિવુડનું એક ઉંચુ સન્માન મેળવીને બોલિવુડનું ગૌરવ વધાર્યુ છે. જીહા,બોલિવુડની પ્રતિષ્ઠિત ‘વોક ઓફ ફેમ’લીસ્ટમાં તેનુ નામ સામેલ કરાયું છે. આ સન્માન મેળવનાર તે પહેલી ભારતીય હસ્તી બની છે. જેનાથી તેને વૈશ્વિક ઓળખ મળી છે.ખાસ વાત એ છે કે આ સિદ્ધિ તેણે મા બન્યા બાદ હાંસલ કરી છે.જેથી આ સિધ્ધિ ખાસ બની ગઈ છે. વર્ષ 2026 માટે જાહેર હોલિવુડ વોક ઓફ ફેમનાં લીસ્ટમાં દિપિકા પદુકોણ એ 35 દિગ્ગજોમાં સામેલ છે. જેમને મોશન પિકચર્સની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા છે.
આ પ્રતિષ્ઠિત યાદીમાં દિપીકાની સાથે હોલિવુડના સુપરસ્ટાર ટિમોથી ચાલમેટ, ડેમી મુર, રાશેલ મેકએડેમ્સ અને રામી માલેક જેવા મોટા નામો પણ છે. દિપિકાએ આ મામલે માત્ર આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાના, કિયારા અડવાણી જેવી નવી પેઢીની એકટ્રેસને જ નહીં બલકે પ્રિયંકા ચોપરા જેવી ગ્લોબલી સ્થાપિત સ્ટાર પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડી એક અલગ મુકામ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિપિકાએ ‘એકસએકસએકસ ધ રિટર્ન ઓફ જેન્ડર કેજ’ જે.પી.હોલિવુડની ફિલ્મમાં પોતાની છાપ છોડી છે. અગાઉ પણ તેને ગ્લોબલ સન્માન મળ્યા છે.