ધો.12 માં 26 વખત ના પાસ થયા હવે ગામના સરપંચ

Spread the love

 

 

ધો.12 પાસ કરી ન શકવા છતાં ડીપ્લોમાનાં આધારે સ્નાતક થઈ ગયા છે : આવતા વર્ષે ફરી બોર્ડ પરીક્ષા આપશે

 

સુરત

બોલીવુડ ફિલ્મ ‘12 ફેઈલ’ધ ની સફળ થઈ હતી. તે 12 માં ધોરણમાં નાપાસ થયા બાદ પણ આઈએએસ અધિકારીનાં જીવન પરની આ ફિલ્મ જેવો જ એક કિસ્સો નવસારી જીલ્લાનાં તલોદમાંથી બહાર આવ્યો છે. ધો.12 માં 26 વખત નાપાસ થયેલા બાવન વર્ષિય નીલ દેસાઈ સરપંચ બન્યા છે. એટલુ જ નહિં સરપંચ બન્યા પછી હવે 21 મી વખત ધો.12 ની પરીક્ષા આપશે. તેઓએ કહ્યુ કે 1989 માં ધો.10 ની પરીક્ષા પાસ કરીને વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો હતો. એન્જીનીયર બનવાનું સ્વપ્ન હતું પરંતુ 1991 ની ધો.12 ની બોર્ડ પરીક્ષામાં નાપાસ થયો હતો. વધુ એક પ્રયત્ન કર્યો હતો. છતા પાસ થઈ શકયો નહોતો. ત્યારે ધો.10 ના પરીણામના આધારે ડીપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ લીધો હતો. 1996 માં ડીપ્લોમાં એન્જીનીયર બન્યો હતો. છતા ધો.12 ની પરીક્ષા આપવાનું ચાલુ જ રાખ્યુ હતું. સાથોસાથ ઈલેકટ્રીક ગુડઝનો વ્યવસાય શરૂ કરી દીધો હતો.

2005 માં રાજય સરકારે ડીપ્લોમાંથી ડીગ્રીમાં પ્રવેશની છૂટઆપતા બીએસસી તથા એમએસસી પૂર્ણ કરી લીધું હતું.2018 માં પીએચડી પણ થયા હતા. છેલ્લા ત્રણ દાયકાથી સામાજીક કાર્યકર તરીકે કાર્ય કરતા અને વૃક્ષારોપણ અભિયાન ચલાવતા નીલ દેસાઈએ હરીયાળી ગ્રુપ પણ રચેલુ છે. વનીકરણ કાર્યક્રમ ચલાવે છે. જળસંચય અભિયાન ચલાવે છે. સરપંચની ચૂંટણીમાં 3633 માંથી 2907 મત તેમને મળ્યા હતા. સમાજ સેવાને કારણે મતદારોએ ભરચકક મત આપ્યા હતા. લોકોએ જ તેમને આગ્રહપૂર્વક સરપંચપદની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા. તેઓએ કહ્યું કે સરપંચ તરીકે ગામને મોડેલ વિલેજ બનાવીશ સ્વચ્છતા સ્વાસ્થ્ય શિક્ષણ અને શિસ્તમાં નમુનેદાર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com