આઇ.પી.એસ. પ્રોબેશનર બેચ 76 RRના 186 પોલીસ અધિકારીશ્રીઓએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર કચેરીની મુલાકાત લીધી : પ્રોબેશનર બેચના અધિકારીશ્રીઓએ ગુજરાતની વિશેષતા એવી રથયાત્રાના બંદોબસ્ત અંગે સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર તપાસ અંગેની માહિતી મેળવી
અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકની અધ્યક્ષતામાં આઇ.પી.એસ. પ્રોબેશનર બેચ 76 RR(રેગ્યુલર રિક્રુટ)નો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ શહેર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદથી ફેઝ 2ની તાલીમ દરમિયાન આવેલ આઇ.પી.એસ. પ્રોબેશનર બેચ 76 RRના 186 પોલીસ અધિકારીશ્રીઓએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર કચેરીની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રોબેશનર બેચના અધિકારીશ્રીઓએ અમદાવાદ શહેર પોલીસ કમાન્ડ ઍન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ઉપરાંત, પ્રોબેશનર બેચના અધિકારીશ્રીઓ સાથે ગુજરાતની વિશેષતા એવી રથયાત્રાના બંદોબસ્ત અંગે, સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ નોંધપાત્ર તપાસ અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આઇ.પી.એસ. પ્રોબેશનર બેચ 76 RRના તમામ 186 પોલીસ અધિકારીશ્રીઓએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.