મસ્કની કંપનીને ભારતમાં બધી મંજૂરીઓ મળી

Spread the love

 

ઈલોન મસ્કએ જણાવ્યુ કે, “સ્ટારલિંક 2022થી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સુરક્ષા ચિંતાઓને કારણે તેમાં વિલંબ થયો હતો. ભારત સરકારે ડેટા સુરક્ષા અને કોલ ઇન્ટરસેપ્શન જેવી શરતો મૂકી હતી” “સ્ટારલિંકે આ શરતો સ્વીકારી અને મે 2025માં લેટર ઓફ ઇન્ટેન્ટ પ્રાપ્ત કર્યા પછી ટેલિકોમ વિભાગ તરફથી લાઇસન્સ મેળવ્યું. હવે તેને અંતિમ નિયમનકારી મંજૂરી પણ મળી ગઈ છે, એટલે કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE)ની મંજૂરી, લાઇસન્સ મળ્યા પછી સ્ટારલિંકને હવે સરકાર પાસેથી સ્પેક્ટ્રમ મેળવવું પડશે. ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં બનાવવું પડશે. આમાં સેટેલાઇટ અર્થ સ્ટેશન, કોમ્યુનિકેશન ગેટવે અને કંટ્રોલ અને મોનિટરિંગ સેન્ટર બનાવવાનો સમાવેશ થાય છે”.
ઈલોન મસ્કએ વધુમા જણાવ્યુ કે, આ પછી, કંપનીએ સુરક્ષા મંજૂરી માટે સેવાનું પરીક્ષણ અને ટ્રાયલ કરવું પડશે. સુરક્ષા એજન્સીઓ સ્ટારલિંકની સેવાની બારીકાઈથી તપાસ કરશે. સુરક્ષા મંજૂરી વિના વાણિજ્યિક સેવા શરૂ થઈ શકશે નહીં. ભારતમાં સ્ટારલિંક સેવા ક્યારે શરૂ થશે? જેના જવાબમા મસ્કે કહ્યુ,” કોઇ ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી”, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા પરીક્ષણ અને માળખાગત સુવિધા તૈયાર થયા પછી થોડા મહિનામાં સેવા શરૂ થઈ શકે છે. સ્ટારલિંક 100થી વધુ દેશોમાં તેની સેવા પૂરી પાડી રહી છે. એશિયામાં, તે મોંગોલિયા, જાપાન, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, જોર્ડન, યમન અને અઝરબૈજાન જેવા દેશોમાં હાજર છે. તાજેતરમાં, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ સ્ટારલિંક સેવા શરૂ થઈ છે.
ઉપગ્રહો પૃથ્વીના કોઈપણ ભાગથી ઇન્ટરનેટ કવરેજ બીમ કરવાનું શક્ય બનાવે છે. ઉપગ્રહોનું નેટવર્ક વપરાશકર્તાઓને હાઇ-સ્પીડ, ઓછી-લેટન્સી ઇન્ટરનેટ કવરેજ પૂરું પાડે છે. લેટન્સી એ ડેટાને એક બિંદુથી બીજા બિંદુ સુધી મુસાફરી કરવામાં લાગતો સમય છે. સ્ટારલિંક કીટમાં સ્ટારલિંક ડીશ, વાઇ-ફાઇ રાઉટર, પાવર સપ્લાય કેબલ્સ અને માઉન્ટિંગ ટ્રાઇપોડનો સમાવેશ થાય છે. હાઇ-સ્પીડ ઇન્ટરનેટ માટે ડીશ ખુલ્લા આકાશ નીચે રાખવી આવશ્યક છે. સ્ટારલિંકની એપ iOS અને Android પર ઉપલબ્ધ છે, જે સેટઅપથી લઈને મોનિટરિંગ સુધી બધું જ કરે છે. અવકાશ વિભાગે જૂન 2020માં IN-SPACEની સ્થાપના કરી. તે અવકાશ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને નિયંત્રિત કરવા અને સુવિધા આપવા માટે સિંગલ-વિન્ડો એજન્સી તરીકે કાર્ય કરે છે. IN-SPACE બિન-સરકારી સંસ્થાઓ માટે લાઇસન્સિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ અને અવકાશ-આધારિત સેવાઓને પણ પ્રોત્સાહન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *