Jamnagar News : જામનગરમાં રેરેસ્ટ ઓફ ધ રેર ક્રાઈમ કેસનો ચુકાદો આવ્યો છે. જેમાં કોર્ટે પિતા-પુત્રીને આજીવન કેદની સજા ફટકારી છે. 2018માં બાળકીની હત્યા, બળાત્કાર, સહિતની કલમો હેઠળ આ સજા કરવામાં આવી છે. જેમાં પિતા-પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં સાવકા ભાઈએ બળાત્કાર ગુજારી હત્યા કરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો આ બનાવ સામે આવ્યો હતો.બાદમાં કોર્ટમાં કેસ ચાલતા સાવકા બાપ ચેતન કલ્યાણી અને તેની પુત્રી નેહલ દોષિત જાહેર થયા હતા. સરકરી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયેલ હતા.