નલ સે જલ , મનરેગાના કૌભાંડ બાદ જીઆઈડીસીમાં પણ ૧૦૦ કરોડનું કૌભાંડ થયાનો કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જીઆઈડીસી ના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાના કાર્યકાળમાં . ૧૫૦ કરોડના વધારાના બિલો ચૂકવવામાં આવ્યા હોવાના સણસણતા આક્ષેપ કરી તપાસ સમિતિ રચવાની માંગણી કરી છે.કોંગ્રેસના નેતા ચાવડાએ મીડિયાને જણાવ્યું કે, જીઆઈડીસીમાં પહેલા પણ અનેક કૌભાંડો બહાર આવી ચૂકયા છે.
ચાવડાએ દાવો કર્યેા છે કે, તેમને એક જાગૃત નાગરિક દ્રારા પુરાવા પે ફરિયાદ મળી છે કે, ચોક્કસ અધિકારીઓની એક સિન્ડિકેટ ચાલે છે. જે વ્યવસ્થિત રીતે કરોડોનું કૌભાંડ આચરે છે. જીઆઈડીસીના ચીફ એન્જિનિય૨ રમેશ ભગોરાનો કાર્યકાળ ખૂબ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. નોકરીના મુખ્ય ઈજનેર ભગોરાના કાર્યકાળમાં વધુ બિલ ચૂકવાયા છે જે પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલના પ્રાથમિક તપાસમાં કરોડોની નાણાંકીય વિસંગતતા ઉજાગર થઈ છે.
શઆતથી માંડીને લાયકાત ધરાવતા ના હોવા છતાં અનેક પ્રમોશનો મળ્યા, અનેક જગ્યાનો વધારાનો એમને ચાર્જ સોંપવામાં આવ્યો, લાયકાત સિવાય ચીફ એન્જિનિયર બનાવાયા અને નિવૃત્તિ પછી પણ એકસટેન્શન આપવામાં આવ્યું. જે ફરિયાદો અને વિગતો મળી છે તે મુજબ, તેમના કાર્યકાળ દરમિયાન . ૧૫૦ કરોડના વધારાની રકમના બિલો ચૂકવાયા છે. ભગોરાના સમયગાળામાંઆ બિલો ગણતરીના દિવસોમાં કિલયર થયા છે. યારે નિવૃત્તિના સમયગાળામાં ખૂબ ઝડપથી . ૧૫૦ કરોડના બિલો ચૂકવાયા છે.
જૂન મહિનામાં ઓડિટ વિભાગ દ્રારા પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલના જે ઓડિટ રિપોર્ટની પ્રાથમિક કોપી ટાંકતા જણાવ્યું છે કે, અહેવાલમાં સ્પષ્ટ્ર જણાવાયું છે કે, જીઆઈડીસીમાં ટેન્ડરો થાય છે. એમાં જે રકમ નક્કી થાય, કોન્ટ્રાકટ અપાય અને ત્યાર પછી કરોડો પિયાની રકમ વધારાના બિલ તરીકે ચૂકવવામાં આવે છે. આવી ચૂકવણીની સત્તા ચીફ એન્જિનિયરને નથી ત્યારે પૂર્વ મંજૂરી વિના થયેલી ચૂકવણી, નાણાંકીય વ્યવહારોની પણ તપાસ માટે એક સમિતિ નિમવામાં આવે અને જવાબદારોને જેલ હવાલે કરવામાં આવે તેવી માગ કરતા તેમણે ઉમેયુ છે કે, એસીબી, ઈડી, અને ઇન્કમ ટેકસ કરોડોનું કૌભાંડ કરવાવાળાને ત્યાં કેમ નથી જતી? એ મુખ્યમંત્રી તપાસ કરાવે તેવી માંગણી કરવામાં આવી છે