માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. તળાજાના પાવઠી ગામમાં ગાડીમાં ગૂંગળાઈ જવાથી 2 બાળકના મોત થયા છે. પાવઠી ગામમાં ગાડીમાં રમતા ભાઈ-બહેનનું દુર્ઘટનામાં મોત થયું છે. ગાડીમાં રમતી વખતે ગાડી લોક થઈ જતા દુર્ઘટના બની છે.
ગાડીમાં ગૂંગળાઈ જવાથી 2 બાળકના મોત
તળાજાના પાવઠી ગામના બે બાળકોના મોતની ઘટના સામે આવી છે. મૃતક બંને સગા ભાઈ બહેન હતા.
ફોર વહીલમાં રમતા હતા. કાર લોક થઈ જતા ગૂંગળાઈને મૃત્યુ પામ્યા છે. બપોરના સમય થી સાંજ સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ કરતા આંગણામાં પડેલ કારમાંથી બે ભાન મળ્યા હતા. તળાજા સરકારી હોસ્પિટલમાં લાવતા તબીબે મૃત્યુ પામેલ જાહેર કર્યા છે.
બંને સગા ભાઈ બહેનના મોત
તળાજાના પાવઠી ગામે એક 4 વર્ષ અને એક 6 વર્ષના બે બાળકોના મોત થયા છે. બાળકો આંગણામાં પાર્ક કરેલી કારમાં રમતા હતા. કાર લોક થઈ જતા બંને બાળકોના ગૂંગળાઈ જવાથી કરૂણ મોત થયા છે. બાળકો ઘરે જોવા ન મળતા પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. આંગણામાં પડેલ કારમાંથી બે ભાન મળ્યા હતા. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.