
દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું બુધવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે વિમાન લેન્ડિંગ પહેલા લગભગ 17 મિનિટ સુધી હવામાં ફરતું રહ્યું. આ બાબતે હજુ સુધી કોઈ વધુ માહિતી બહાર આવી નથી. ફ્લાઇટ ટ્રેકર્સના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ દિલ્હીથી ગોવા માટે રાત્રે લગભગ 8 વાગ્યે ઉડાન ભરી હતી, જે તેના નિર્ધારિત સમય કરતાં અડધો કલાક મોડી હતી. ગોવા પહોંચતા પહેલા, ફ્લાઇટને રાત્રે લગભગ 10 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
આ પહેલા 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની બોઇંગ AI-171 ફ્લાઇટ ટેકઓફ થયાના 32 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આમાં 270 લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ 12 જુલાઈના રોજ અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે એર ઇન્ડિયાનું વિમાન બંને એન્જિન ફેલ થવાને કારણે ક્રેશ થયું હતું. રિપોર્ટ મુજબ, અકસ્માતગ્રસ્ત વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ સ્વીચો બંધ હતી, ત્યારબાદ પાઇલટ્સે તેમને ચાલુ કરી અને બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિમાન ખૂબ જ ઓછી ઊંચાઈ પર હતું, તેથી એન્જિનોને ફરીથી પાવર મેળવવાનો સમય મળ્યો નહીં અને વિમાન ક્રેશ થયું. જોકે, ફ્યુઅલ સ્વીચો કેવી રીતે બંધ થઈ હતી તે બહાર આવ્યું નથી.
15 પાનાના રિપોર્ટ મુજબ, ટેકઓફથી અકસ્માત સુધીની સમગ્ર ફ્લાઇટ ફક્ત 30 સેકન્ડ ચાલી હતી. અત્યાર સુધી, રિપોર્ટમાં બોઇંગ 787-8 એરક્રાફ્ટ અને GE GEnx-1B એન્જિન અંગે કોઈપણ ઓપરેટર માટે કોઈ ચેતવણી કે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી નથી. ઉપરાંત, રિપોર્ટમાં હવામાન, બર્ડ હીટ અને તોડફોડ જેવા કોઈ કારણોનો ઉલ્લેખ નથી. એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171નો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. AAIB એટલે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ 12 જુલાઈના રોજ 15 પાનાંનો રિપોર્ટ જાહેર કર્યો હતો. શરૂઆતનાં પરિણામોથી જાણવા મળ્યું કે જેટનાં બંને એન્જિનોમાં ફ્યૂઅલ ફ્લોને કંટ્રોલ કરનાર સ્વિચ બંધ થઈ ગઈ હતી, એટલે ટેક-ઓફ પછી તરત જ એન્જિન બંધ થઈ ગયાં અને વિમાનનું થ્રસ્ટ ખતમ થઈ ગયું. પાઇલટે ફરી એને ચાલુ કરવાની કોશિશ કરી, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં.
કોકપિટ રેકોર્ડિંગ બતાવે છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું, “શું તમે સ્વિચ બંધ કરી દીધી છે?” બીજાએ જવાબ આપ્યો, “ના.” રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો કે ફ્લાઇટ પહેલાં ફ્લાઇટ સેન્સરમાંથી એકમાં સમસ્યા હતી, જે ઠીક કરવામાં આવી હતી. આ અકસ્માતમાં 242 મુસાફર અને ક્રૂ-સભ્યોમાંથી 241 લોકોનાં મોત થયાં હતાં. ભારતીય મૂળનો ફક્ત એક બ્રિટિશ મુસાફર બચી શક્યો હતો. બોઇંગ 787-8ના ઇતિહાસમાં આ પહેલો અકસ્માત હતો. અહીં અમે ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચની ટેક્નોલોજી અને AAIBના સંપૂર્ણ અહેવાલને વિગતવાર સમજાવી રહ્યા છીએ.