
ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંતે સપ્ટેમ્બર માસમાં તેઓ ભારતની સાથે પાકિસ્તાનની પણ મુલાકાત લેશે. રોઈટર સહિતની સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ લગભગ 20 વર્ષ બાદ કોઈ અમેરીકન પ્રમુખની આ પ્રથમ પાકિસ્તાની મુલાકાત હશે. અગાઉ માર્ચ 2006માં અમેરીકાના તત્કાલ પ્રમુખ જયોર્જ ડબલ્યુ. બુશે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. હાલમાં જ ટ્રમ્પે પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ અસીમ મુનીરને વ્હાઈટ હાઉસમાં તા.18 જુનના રોજ લંચ આપ્યો તે પણ એક મહત્વપૂર્ણ ઘટના ગણાય છે અને બાદમાં 22 જુનના અમેરીકાના ઈરાન પર હુમલા સમયે પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ કરવાની અમેરીકાને મંજૂરી મળી ગઈ હતી. આમ પાકિસ્તાનના વડાપ્રધાનને વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને મળવાનું નસીબ સાંપડયું નથી પણ પાક સૈન્ય વડા મળી આવ્યા છે. ટ્રમ્પ સપ્ટેમ્બરમાં કવાડ બેઠકમાં ભારતની મુલાકાતે આવશે તે સમયે તેઓ પાકિસ્તાન પણ જશે તેવું માનવામાં આવે છે.