તેરા તુજકો અર્પણ કાર્યક્રમ -CEIR” પોર્ટલ નો ઉપયોગ કરીને ગુમ થયેલ મોબાઈલ ફોન પરત કરવાની અમદાવાદ પોલીસની પ્રશંસનીય પહેલ

Spread the love

અમદાવાદ

ગુજરાત સરકારના નિર્દેશન અનુસાર, મિલકત વિરુદ્ધના ગુન્હાઓમાં કબજે કરાયેલ મુદ્દામાલ ફરિયાદીઓ અને માલિકોને તાત્કાલિક પરત સોંપવાના ઉદ્દેશ્ય સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે એક નોંધપાત્ર અભિયાન હાથ ધર્યું છે. આ કાર્યક્રમ હેઠળ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, અધિક પોલીસ કમિશ્નર (સેક્ટર-૦૨) શ્રી જયપાલ સિંઘ રાઠોડ અને નાયબ પોલીસ કમિશનર (ઝોન-૦૬) ડૉ. શ્રી રવિ મોહન સૈની, નાયબ પોલીસ કમિશનર શ્રી પી.જી. જાડેજા (“જે” ડિવિઝન) તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી વાય.એ.ગોહિલ (“કે” ડિવિઝન) નઓના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફને મિલકત વિરુદ્ધના ગુન્હાઓની ઝડપી તપાસ કરી રિકવર કરાયેલ મુદ્દામાલ તાત્કાલિક પરત સોંપવાની સૂચનાઓ આપવામાં આવી છે.

સામાન્ય રીતે, ગુમ થયેલ કે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પરત મેળવવાની જટિલ પ્રક્રિયાથી અજાણ ફરિયાદીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જોકે, “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ દ્વારા આ સમસ્યાને દૂર કરવામાં સરળતા થયેલ છે. ઝોન-૦૬ હેઠળ ના “જે” ડિવિઝન તથા “કે” ડિવિઝન તેમજ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એ.ગોહિલ તથા દાણીલીમડા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.જી.રાવત તથા નારોલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.સી.દેસાઇ તેમજ સ્ટાફે “CEIR” પોર્ટલ નો ઉપયોગ કરીને ગુમ થયેલ મોબાઈલ ફોન પરત કરવાની પ્રશંસનીય કામગીરી કરી છે.

આ અભિયાનના ભાગરૂપે:

– કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા ૪૭ મોબાઈલ ફોન (કિંમત: રૂ.૮,૧૮,૧૪૬/-),

દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા ૫૧ મોબાઈલ ફોન (કિંમત: રૂ.૬,૭૭,૦૦૦/-),

નારોલ પોલીસ સ્ટેશન દ્વારા ૫૪ મોબાઈલ ફોન (કિંમત: રૂ.૭,૭૧,૭૧૦/-),

એમ કુલ ૧૫૨ મોબાઇલ ફોન જેની અંદાજે રૂ. ૨૨,૬૬,૮૫૬/- ની કિંમતના મુદ્દામાલ ફરિયાદીઓને પરત સોંપવામાં આવ્યા. પોલીસે ફરિયાદીઓને સામેથી બોલાવી, તમામ કાર્યવાહીમાં મદદ કરી અને ટૂંકા ગાળામાં મુદ્દામાલ પરત સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

આ પહેલથી ફરિયાદીઓ અને અરજદારો ભાવવિભોર થયા હતા અને તેમણે અમદાવાદ પોલીસ તથા ઝોન-૦૬, “કે” ડિવિઝનની ટીમનો વારંવાર આભાર વ્યક્ત કર્યો. અમદાવાદ શહેર પોલીસે આ કાર્યક્રમ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા સાથે મુદ્દામાલ તાત્કાલિક પરત કરી, “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાચા અર્થમાં સાકાર કર્યું છે. આ પ્રશંસનીય કામગીરી દર્શાવે છે કે અમદાવાદ પોલીસ નાગરિકોની સેવા અને સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *