Government Staff: સંસદનું ચોમાસું સત્ર શરૂ થયાને બે દિવસ થયા છે ત્યારે સંસદના બંને ગૃહમાં વિવિધ પ્રશ્નોત્તરી અને ચર્ચાઓ ચાલતી હોય છે. જે આજે પણ પ્રશ્નોત્તરી કાળમાં સરકારી કર્મચારીઓને મળતી રજાઓને લઈને એક પ્રશ્ન પૂછાયો હતો. જે અંગે કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સર્વિસ રૂલ્સ પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને કુલ 30 દિવસની રજાની મંજૂરી આપે છે, જે વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા સહિત કોઈપણ વ્યક્તિગત કારણોસર મેળવી શકાય છે.
કેન્દ્રીય પૂછવામાં આવ્યું હતું કે શું સરકારી કર્મચારીઓને તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે રજા લેવાની કોઈ જોગવાઈ છે?
“સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (લીવ) રૂલ્સ, વર્ષ-1972માં કેન્દ્ર સરકારના કર્મચારીને અન્ય યોગ્ય રજાઓ ઉપરાંત વાર્ષિક 30 દિવસની કમાણી રજા, 20 દિવસની અડધા પગારની રજા, આઠ દિવસની કેઝ્યુઅલ રજા અને બે દિવસની પ્રતિબંધિત રજાની જોગવાઈ છે, જે વૃદ્ધ માતાપિતાની સંભાળ રાખવા સહિત કોઈપણ વ્યક્તિગત કારણોસર મેળવી શકાય છે,” સિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું.