
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ-સિરીઝ રમી રહી છે, જ્યારે વિમેન્સ ટીમ T20 અને વન-ડે સિરીઝ જીતીને ઘરે પરત ફરી છે. ગઈ કાલે ઇંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે 2026ની ઘરઆંગણાની સિરીઝનું શેડ્યુલ જાહેર કર્યું હતું. જેમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમ સામેની સિરીઝનું શેડ્યુલ પણ સામેલ હતું. વિમેન્સ ટીમ 28 મેથી બે જૂન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમીને ઇંગ્લેન્ડમાં આયોજિત T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ત્યાંની સ્થિતિને અનુકૂળ થશે. સિરીઝની આ મેચો અનુક્રમે ચેમ્સફર્ડ, બ્રિસ્ટલ, ટાઉન્ટનમાં રમાશે. વર્લ્ડ કપ બાદ વિમેન્સ ટીમ 10 જુલાઈથી લોર્ડ્સમાં યજમાન ટીમ સામે એકમાત્ર ટેસ્ટ-મેચ રમશે. ભારતીય મેન્સ ટીમ 1થી 19 જુલાઈ 2026 દરમ્યાન પાંચ T20 અને ત્રણ વન-ડે સિરીઝ રમશે. આ મેચો ડુોમ, મેન્ચેસ્ટર, નોટિંગહેમ, બ્રિસ્ટલ, સાઉધમ્પ્ટન, બર્મિંગહેમ, કાર્ડિફ અને લોર્ડ્સમાં રમાશે.