ગાંધીનગર હિટ એન્ડ રન કેસ મામલે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો શું છે મામલો

Spread the love

 

ગાંધીનગરમાં અકસ્માત સર્જનાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટ સમક્ષ પોલીસે આરોપી હિતેશ પટેલના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જોકે હિટ એન્ડ રન કેસના આરોપી હિતેશ પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂરમળતી માહિતી મુજબ, ગાંધીનગરના રાયસણથી રાંદેસણના સર્વિસ રોડ ઉપર શુક્રવારે સવારે સર્જાયેલા અકસ્માતની ઘટનાએ લોકોને અમદાવાદના તથ્યકાંડની યાદ તાજી કરાવી દીધી હતી.

આ હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આરોપી હિતેશ પટેલની ધરપકડ કરી તેની વિરૂદ્ધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 26 જુલાઇના રોજ આરોપી હિતેશ પટેલને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શું હતો સમગ્ર મામલો 25 જુલાઇના રોજ સવારે ગાંધીનગરના રાંદેસણ પાસે એક પૂરપાટ ઝડપે દોડતી કારે 4 લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 1 મહિલા સહિત 2 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, મૃતકની ઓળખ હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉં.વ.56) અને નીતિન વસા (ઉં.વ.63) તરીકે થઇ હતી. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ વ્યપ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક પણ ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *