Gujarat Rain: આગામી સાત દિવસ ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી, ત્રણ સિસ્ટમ થઇ સક્રિય

Spread the love

 

Gujarat Rain: ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ હજુ વરસાદી માહોલ રહેશે. ગુજરાત પર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર જોવા મળશે.

ખાસ વાત છે કે, ત્રણ દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રિપોર્ટનુ માનીએ તો, આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

આ સીઝનમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આંકડા પર નજર કરીએ તો, દેશમાં સામાન્ય કરતા 7 ટકા વધુ વરસાદ રહ્યો. ગુજરાતમાં સરેરાશ કરતા 35 ટકા વધુ વરસાદ નોંધાયો. રાજસ્થાનમાં સરેરાશ કરતા 92 ટકા વધારે વરસાદ નોંધાયો.

ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યા આંકડા હવામાન વિભાગના આંકડા અનુસાર, આ વર્ષે અત્યાર સુધી રાજસ્થાન, લદ્દાખ, નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમમાં સૌથી વધુ વરસાદ પડ્યો. મધ્ય પ્રદેશ, ગુજરાત, ઝારખંડમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો. જો કે, આ વર્ષ ભલે સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો પરંતુ તેમાં અસમાનતા જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં 90 ટકાથી વધારે વરસાદ પડ્યો છે, તો અરુણાચલ પ્રદેશ, દિલ્લી, બિહાર, મહારાષ્ટ્રમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *