ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી રૂપિયા 1,25,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

Spread the love

 

આ કામના ફરીયાદી પાસે આક્ષેપિત દ્રારા સુદામાં ડેરી ખાતે પ્લાન્ટમાં કોઇ પણ પ્રકારની ખામીઓ ન કાઢવા માટે દર મહિને રૂ.૨૫,૦૦૦/- લાંચ પેટે આપવા પડશે નહી તો ડેરીના પ્લાન્ટમાં ખામીઓ કાઢી પ્લાન્ટ બંધ કરાવી દઇશ તેમ જણાવ્યુ હતુ. જેથી પાંચ માસના કુલ રૂ.૧,૨૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ.

જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, તે દરમ્યાન ફરિયાદીએ આક્ષેપિત સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.

ફરીયાદી : એક જાગૃત નાગરીક

આરોપી : રાજેશભાઇ વિઠલભાઇ ચૌહાણ, ઉ.વ.૫૫, નાયબ પર્યાવરણ ઇજનેર, વર્ગ-૨, ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ, માધવાણી કોલેજની સામે, પોરબંદર

ગુનો બન્યા : તા.૩૦/૦૭/૨૦૨૫

લાંચની માંગણીની રકમ: રૂ.૧,૨૫,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ : રૂ.૧,૨૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧,૨૫,૦૦૦/-

ગુનાનુ સ્થળ :

ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડનીઓફિસમાં માધવાણી કોલેજની સામે, પોરબંદર

ટ્રેપીંગ અધિકારી :

બી.કે.ગમાર, પોલીસ ઇન્સ્પેકટર, પોરબંદર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી :

બી.એમ.પટેલ,I/C મદદનીશ નિયામક, એ.સી.બી.જુનાગઢ એકમ, જુનાગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *