ભારતીયો માટે મોટી તક, કેનેડામાં આ 10 નોકરી કરનારાઓની છે ખૂબ ડિમાન્ડ, જુઓ List

Spread the love

 

કેનેડામાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ માટે, અહીંના રોજગાર બજારને સમજવું ખૂબ જરૂરી છે. જો તમે એવા અભ્યાસક્રમ પસંદ કરો છો જે નોકરીની દૃષ્ટિએ હાઈ ડિમાન્ડમાં છે, તો નોકરી મેળવવાની શક્યતાઓ ઘણી વધારે છે. ખાસ કરીને આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગ વચ્ચે, નોકરી ગુમાવાની ચિંતાઓ પણ વધી છે. પરંતુ જો તમારી પસંદગી યોગ્ય હોય, તો કારકિર્દી બનાવવી વધુ સરળ બનશે.

 

સ્ટેટિસ્ટિક્સ કેનેડાએ Canada Job Bank, Indeed અને LinkedIn જેવી જાણીતી નોકરી પ્લેટફોર્મ્સ પરથી માહિતી એકત્ર કરીને કેનેડાની ટોચની 10 માંગવાળી નોકરીઓની યાદી બહાર પાડી છે.

 

રજિસ્ટર્ડ નર્સ (Registered Nurse) : કેનેડાના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં રજિસ્ટર્ડ નર્સોની ભારે જરૂર છે. નર્સોને PR આપવા માટે પણ સરકાર સહાય આપે છે.

 

સોફ્ટવેર એન્જિનિયર (Software Engineer) : ટેકનોલોજી ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર્સ અને એન્જિનિયરોની ઉંચી માંગ છે. સરકારી સ્તરે તેમને સ્થાયી થવા માટે પ્રોત્સાહન મળે છે.

 

પ્રારંભિક બાળ શિક્ષક (Early Childhood Educator) : પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત છે, જેના કારણે બાળ શિક્ષણમાં કરિયર બનાવવા માટે ઘણાં અવસરો ઉપલબ્ધ છે.

 

વેલ્ડર (Welder) : 2028 સુધી કેનેડાને લગભગ 23,000 વેલ્ડરની જરૂર પડશે. ખાસ કરીને British Columbia અને Prince Edward Islandમાં વધારે તક છે. ઇલેક્ટ્રિશિયન (Electrician) : નવીનીકરણીય ઊર્જા અને નવી ઇમારતોના પ્રોજેક્ટ્સની વધતી સંખ્યાને કારણે ઇલેક્ટ્રિશિયનની માંગ સતત વધી રહી છે.

 

ફાર્માસિસ્ટ (Pharmacist) : દર્દીઓને યોગ્ય દવા પૂરી પાડવા માટે ફાર્માસિસ્ટની જરૂરીયાત આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સતત વધી રહી છે.

 

ટ્રક ડ્રાઈવર (Truck Driver) : દેશભરમાં માલસામાનના પરિવહન માટે ટ્રક ડ્રાઈવરોની ખૂબ ઊંચી માંગ છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્થિર નોકરી છે.

 

વહીવટી સહાયક (Administrative Assistant) – એકાઉન્ટન્ટ (Accountant) : દરેક ઓફિસમાં વ્યવસ્થિત કામગીરી માટે વહીવટી સહાયકો જરૂરી છે. નાણાકીય વ્યવસ્થાપન માટે એકાઉન્ટન્ટ્સની જરૂર છે. એકાઉન્ટન્ટ :અનેક કંપનીઓ આજે નાણાકીય વિશ્લેષકોની શોધમાં છે.

 

સામાજિક કાર્યકર (Social Worker) : લાચાર અને જરૂરીયાતમંદ લોકોને સહાય માટે કેનેડામાં સામાજિક કાર્યકરોની પણ ખુબ માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *