અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ બાજી પલટીને ગયા અઠવાડિયે ભારત પર 25% ટકા ટેરિફ અને રશિયા સાથે વેપાર કરવા બદલ વધારાના દંડની જાહેરાત કરીને હોબાળો મચાવી દીધો હતો. દરમિયાન ટ્રમ્પના આ પગલાં પર ઘણી પ્રતિક્રિયાઓ સામે અવી અને તેમની આકરી ટીકા પણ કરવામાં આવી. એવામાં હવે દિગ્ગજ કેનેડિયન ઉદ્યોગપતિ અને ટેસ્ટબેડના ચેરમેન કિર્ક લુબિમોવે ભારત પર અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારે ટેરિફ લાદવાના પગલાં પર આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે ‘ભારત સાથે ઝઘડો કરવો ટ્રમ્પની મોટી ભૂલ છે.’
સૌથી ઝડપી અર્થતંત્ર સાથે ટ્રમ્પ છેડી રહ્યા છે યુદ્ધ’
ટેસ્ટબેડના ચેરમેન કિર્ક લુબિમોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત વિરુદ્ધ લેવામાં આવેલા પગલાની આકરી ટીકા કરીને તેને એક મોટી ભૂ-રાજકીય ભૂલ ગણાવી છે, જે એશિયામાં અમેરિકન સ્ટ્રેટિજિક ટાર્ગેટ પર પ્રતિકૂળ અસર કરનાર સાબિત થઈ શકે છે.
તેમને પોતાની પોસ્ટમાં લખ્યું, “મેં પહેલા પણ કહ્યું છે, અને હું ફરીથી કહીશ, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિઝનની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમાં ભૂ-રાજકીય રણનીતિને બિલકુલ પણ ધ્યાનમાં લેવામાં આવી નથી. ટ્રમ્પ હવે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંથી એક ભારત સાથે યુદ્ધ છેડી રહ્યા છે, જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદાચ વિશ્વમાં સૌથી વધુ સન્માનિત નેતા છે અને ઘણા મોટા દેશોમાં તેમનો પ્રભાવ છે.”
ટ્રમ્પને આપી મોટી સલાહ
કેનેડિયન ઉદ્યોગપતિ લુબિમોવે આ પોસ્ટ દ્વારા ચેતવણી આપીને કહ્યું છે કે ગ્લોબલ સપ્લાય ચેનમાં ભારતની ભૂમિકાને ચીનનો પ્રભાવ ઓછો કરવાના સંદર્ભમાં જોવી જોઈએ. તેમણે કહ્યું કે આનો ઉદ્દેશ ચીન અને બ્રિકસના પ્રભુત્વ અને વિકાસને નબળો પાડવાનો છે, જેનો ભારત પણ એક ભાગ છે અને આ ચીનથી પ્રોડક્શન સ્થળાંતરિત કરવા માટે એક સ્વાભાવિક દેશ હોઈ શકે છે, કારણ કે અમેરિકા 50 સેન્ટના ટૂથબ્રશ નહીં બનાવે.
દરમિયાન તેમણે સલાહ આપતા એમ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સાથે ખીલી-હથોડાનો ઉપયોગ કરવાને બદલે કેનેડા સાથે આર્થિક સહયોગ કરવો જોઈએ અને તેને સાથે લેવું જોઈએ, જેનાથી પ્રાકૃતિક સંસાધનોની જરૂરને પૂરી કરી શકાય.
ડેડ ઇકોનોમીવાળા નિવેદન પર પ્રતિક્રિયા
ટ્રમ્પ દ્વારા ભારત અને રશિયા પર સીધા પ્રહાર કર્યાના થોડા દિવસો પછી કર્ક લુબિમોવે આ પોસ્ટ કરી છે. ટ્રમ્પે કહ્યું હતું, “મને ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. તે પોતાની ડેડ ઇકોનોમીને મળીને વધી નીચે લાવી શકે છે,મને એનાથી કોઈ ફરક નથી પડતો.’ તેમણે ભારતથી આવતા તમામ સામાન પર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરવાની સાથે જ ભારત દ્વારા રશિયાથી ક્રુડ ઓઇલ અને લશ્કરી સાધનોની ખરીદી પર દંડ લગાવવાની પણ જાહેરાત કરી હતી.
એટલું જ નહીં, અમેરિકાના રાષ્ટ્રપતિએ તો ભારતની વેપાર નીતિઓ પર પણ આકરો હુમલો કર્યો હતો અને તેને અત્યંત કઠોર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વમાં અમેરિકાના સામાન પર સૌથી વધુ ટેરીફ લગાવનાર દેશોમાં સામેલ છે અને ઊંચા ટેરિફ અને વેપાર અવરોધોને કારણે અમેરિકાએ ભારત સાથે ખૂબ ઓછો વેપાર કર્યો છે.
ચીન પછી રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર ભારત
જણાવી દઈએ કે ભારત હાલમાં ચીન પછી રશિયન ક્રૂડ ઓઇલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે અને યૂક્રેન યુદ્ધ પહેલા, રશિયન તેલની આયાત 1% કરતા પણ ઓછી હતી, જે હવે વધીને 35% થી વધુ થઈ ગઈ છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા દંડ બાદ ભારત પહેલો એવો દેશ બની ગયો છે કે જેને અમેરિકન પ્રતિબંધો બાદ રશિયા સાથે વેપાર ચાલુ રાખવા માટે સીધું નીધાન બનાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક દિવસોમાં રશિયાથી અલગ ટ્રમ્પ વહીવટી તંત્રએ ઈરાની પેટ્રોકેમિકલ ઉત્પાદનોની ખરીદી અને વેચાણમાં સામેલ છ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જે 20 ગ્લોબલ સંસ્થાઓને ટાર્ગેટ કરનાર વ્યાપક અમલીકરણ કાર્યવાહીનો ભાગ છે.
મેં સાંભળ્યું કે હવે ભારત…’, રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી મોટો દાવો
ટ્રમ્પના નિવેદન પર ભારતનું વલણ
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતેન ડેડ ઇકોનોમી ગણાવવાના નિવેદન પર ભારત તરફથી તાત્કાલિક પ્રતિક્રિયા આવી હતી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી પ્રમુખ અર્થવ્યવસ્થા છે અને જલ્દી જ ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે ભારત ગ્લોબલ ગ્રોથમાં લગભગ 16 ટકા યોગદાન આપી રહ્યું છે, કારણ કે તમામ સુધારા અને ભારતીય ઉદ્યોગ જગતના ફ્લેક્સિબલ હોવાને કારણે દેશની ઇકોનોમી નબળા 5 દેશોમાંથી એકમાંથી વૈશ્વિક વિકાસના ગ્રોથ એન્જિનમાં ફેરવી દીધો છે.