સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરી અને બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ સંગઠનના કોમરેડ આર. એસ. ત્રિવેદીના નેતૃત્વમાં અમદાવાદમાં પેન્શન વધારા તથા અન્ય મુદ્દાઓ સરકાર પાસે પડેલ લાંબાં સમયની માંગણી સરકારના ધ્યાને લાવવા અને ઝડપી ઉકેલ માટે આજે સવારના ૧૦.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી અમદાવાદના સુભાષ બ્રીજ પાસે, કલેક્ટર કચેરી સામે કાર્યક્રમ યોજાયો
અમદાવાદ
અમદાવાદમાં આજે મંગળવારે તમામ બેંકોના પેન્શનરો દ્વારા ભૂખ હડતાળ, સૂત્રોચ્ચાર અને દેખાવો સહિતના કાર્યક્રમો યોજાયા અને અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.કો-ઓર્ડીનેશન ઓફ બેંક પેન્શનર્સ એન્ડ રિટાયરીઝ (CBPRO) દ્વારા એક દિવસીય ભૂખ હળતાળ, સૂત્રોચ્ચાર અને દેખાવો યોજાયા જે અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરી અને બેંક ઓફ ઈન્ડિયા પેન્શનર્સ સંગઠનના કોમરેડ આર. એસ. ત્રિવેદીના નેતૃત્વમાં અમદાવાદની તમામ બેંકોના પેન્શનર્સ સંગઠનોના આગેવાનોની મળેલ મિટીંગમાં નક્કી થયા મુજબ રાજ્યની આર્થિક રાજધાની અને હેરીટેજ સીટી અમદાવાદમાં પેન્શન વધારાની તથા અન્ય મુદ્દાઓ સરકાર પાસે પડેલ લાંબાં સમયની માંગણી સરકારના ધ્યાને લાવવા અને ઝડપી ઉકેલ માટે આજે તા. ૫મી ઓગષ્ટ મંગળવારના રોજ સવારના ૧૦.૦૦ થી ૬.૦૦ વાગ્યા સુધી અમદાવાદના સુભાષ બ્રીજ પાસે, કલેક્ટર કચેરી સામે, ભૂખ હડતાળ, સૂત્રોચ્ચાર અને દેખાવોના કાર્યક્રમ યોજાયો હતો.અમદાવાદ શહેરની જાહેર ક્ષેત્રની બેંકોના ૫૦૦થી વધુ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ ભૂખ હડતાળમાં અને ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી ૫૦૦૦ કરતાં વધુ પેન્શનરોએ ઉત્સાહ, ભાવના અને સમર્પણ સાથે ધરણાંમાં ભાગ લીધો હતો.
વર્ષો સુધી દેશની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં યશસ્વી ફરજ બનાવનાર બેન્કની પ્રગતિમાં મહામૂલુ યોગદાન આપનાર અને નિવૃત્તિ બાદ માતૃસંસ્થાનું હિત જેના હૈયા સદા માટે રહેલ છે તેમ સમગ્ર ભારતના લાખો બેંક કર્મચારીઓને સ્પર્શતો અને વખતો વખત રજુઆતો કરવા છતાં વર્ષો જુની પેન્શન વધારાની ન્યાયી અને વ્યાજબી માંગણી પરત્વે આંખઆડા કાન કરવામાં આવેલ છે.
જે ભારત સરકાર અને ઈન્ડિયન બેંક એસોસીએશન પર વરિષ્ઠ અને સુપરસિનિયર બેંકીંગ નિવૃત્ત કર્મચારીઓને અસર કરતી લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓનો ઉકેલ લાવવા પ્રદર્શનો કર્યા હતા.
પેન્શનરોની વિવિધ માંગણીઓ જેવી કે,
૧) સમયાંતરે પેન્શન અપગ્રેડેશન (બેંક કર્મચારી પેન્શન નિયમનના કલમ ૩૫.૧નો સંપૂર્ણ અમલ કેન્દ્ર સરકાર અને આરબીઆઈ પેન્શન યોજનાઓની સમકક્ષ નિયમિત પેન્શન સુધારા સુનિશ્ચિત કરવા. જે ૩૦ વર્ષથી વધુ સમયથી અટકાવેલું છે.(ર) પેન્શનમાં વિશેષ ભથ્થાનો સમાવેશ (પેન્શન ગણત્રી વખતે ખાસ ભથ્થાના ઘટકને ગણત્રીમાં લેવામાં આવતું નથી. આ પ્રક્રિયામાં ભૂળભૂત પેન્શન ૩૧% પ્રમાણે ચૂકવવામાં આવે છે જે હાલમાં મૂળ પગારના ૫૦% સુધી મૂળભૂત પેન્શન પુનઃસ્થાપિત કરવું.)
(૩) તબીબી વીમા પ્રિમિયમની ભરપાઈ (નાણાં મંત્રાલયના આદેશ મુજબ તબીબી વીમા યોજના વર્ષ- ૨૦૧૨માં આપવામાં આવી છે. તબીબી વીમા પ્રિમિયમ ખર્ચ જે પેન્શનર ભોગવે છે તે સરકારી માર્ગદર્શિકા પુનઃસ્થાપિત કરી જાહેર ક્ષેત્રની બેંકો વીમા પ્રિમિયમ ખર્ચ ભોગવે.
૪) એસબીઆઈ પેન્શનરો માટે સમાનતા (એસબીઆઈના નિવૃત્ત અધિકારીઓ માટે પાછલી અસરથી છેલ્લા બેઝીક પગારના ૫૦% મૂળભૂત પેન્શન લાગુ કરવામાં આવે.)
૫) વર્ષ ર૦ર૪ અને વર્ષ-ર૦રપ માટે એક્સ-ગ્રેસીયા (એક્સ ગ્રેસીયાની સમીક્ષાને પણ ખોટી રીતે નકારી કાઢવામાં આવી છે. જે યુનિયનો અને અધિકારીઓના ૧રમાં વેતન કરાર મુજબ સંગઠનો સાથેના સમાધાન/ સંયુક્ત નોંધ મુજબ વર્ષ ર૦ર૪ અને વર્ષ-ર૦રપ માટે એક્સ-ગ્રેશિયા ચુકવણીમાં વધારો કરવામાં આવે)
૬) ખાનગી બેંક પેન્શનરો માટે એક્સ-ગ્રેસીયા (ખાનગી બેંકના નિવૃત્ત કર્મચારીઓને પણ જાહેર ક્ષેત્રની બેંકો પ્રમાણે સહાયની ચૂકવણી કરવામાં આવે.)
૭) પેન્શનરોના સંગઠનો માટે વાટાઘાટોનો અધિકાર (આઈબીએ અને ભારત સરકાર સાથે સંવાદમાં વરિષ્ઠ નાગરિકોના સંગઠનો સીબીપીઆરઓ, એફએસબીઆઈપીએ અને સંલગ્ન સંસ્થાઓને વાટાઘાટોના અધિકારો આપવા.)
૮) મોંઘવારી ભથ્થામાં સુધારો (પેન્શનરોને મોંઘવારી ભથ્થાની ચૂકવણીમાં વિસંગતતાઓનું નિરાકરણ કરવું)
સીબીપીઆરઓ ગુજરાત રાજ્ય સંયોજક અને અન્ય વરિષ્ઠ સભ્યો સરકાર અને આઈબીએને તાત્કાલિક પ્રતિસાદ આપવા અને બેંક પેન્શનરો અને નિવૃત્ત લોકોની વાસ્તવિક માંગણીઓનું સન્માન કરશે તેવી આશા છે.



