GANDHINAGAR:ગાંધીનગરમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયાની વિધાનસભા બહાર ઓચિંતી મુલાકાત
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે મુખ્યમંત્રીની ઓફિસથી બહાર નીકળતા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા સાથે તેઓની મુલાકાત થઈ હતી. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ મુલાકાત વિશે કહ્યું કે સોશિયલ મીડિયા મારફતે મોરબીનો ગઈકાલનો પ્રોગ્રામ વીડીયો જોયો હતો.
મોરબીના આમ આદમી પાર્ટીની સભામાં મોરબીના નાગરિકે રજૂઆત કરેલી હતી. આ વેળાએ મોરબીના આમ આદમીના કાર્યકર્તાએ નાગરિકને થપ્પડ મારેલી હતી. આવું અસભ્ય વર્તન આમ આદમીના કાર્યકર્તા ન કરવુ જોઈએ એ બાબતે ગોપાલભાઈને વાત કરી હતી.મોરબીને બદનામ કરવાનું ખોટી રીતે રહેવા દેજો.કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે મારે જાહેર જીવનમાં 30 વર્ષ થયા છે મને અનેક રજૂઆત કરવા મોરબીના નાગરિક આવે છે. કોઈપણ નાગરિક સાથે અસભ્ય વર્તન કરેલ નથી. તમારો હિસાબ મોરબીની પ્રજા જરૂર ચૂકવશે.