ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મૃત ગ્રાહકોના બેંક ખાતા અને લોકર સંબંધિત દાવાઓને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ દાવાઓને માત્ર 15 દિવસની અંદર ઉકેલવાની ખાસ પહેલ કરવામાં આવી છે.
શું છે આ નવો નિયમ?
આ અંગે આરબીઆઈએ “ભારતીય રિઝર્વ બેંક બેંક ( મૃત ગ્રાહકોના દાવાઓનો નિકાલ) સૂચનાઓ, 2025” નામનો એક ડ્રાફ્ટ પરિપત્ર જાહેર કર્યો છે.
બેંકોને એકસરખા દાવા ફોર્મ અપનાવવો પડશે અને જો દાવા નિકાલમાં વિલંબ થાય તો વ્યક્તિને વળતર આપવું પડશે.
દાવો કરવા માટે જરૂરી દસ્તાવેજો
જો મૃતક ગ્રાહકે ખાતામાં નોમિની વ્યક્તિ મૂકી હોય તો, તેને દાવા ફોર્મ, મૃત્યુ પ્રમાણપત્રM નોમિની વ્યક્તિનો ઓળખ પુરાવો અને સરનામું જમા કરાવવું પડશે
જો નોમિની ના હોય તો શું કરવું
એવું જો ખાતું હોય જેમાં નોમિની વ્યક્તિ ન હોય, તો પણ બેંકોએ સરળ પ્રક્રિયા અપનાવવી પડશે. આવી સ્થિતિમાં બેંકો એ પોતાની જોખમ વ્યવસ્થાની આધારે ₹15 લાખ સુધીના દાવાઓની સીમા બાંધવી પડશે
સૂચનો માટે અંતિમ તારીખ: 27 ઓગસ્ટ
આ દરખાસ્ત અંગે RBI એ જાહેર સૂચનાઓ અને સૂચનો માટે 27 ઓગસ્ટ 2025 સુધી સમય આપ્યો છે. લોકો, બેંકિંગ કંપનીઓ અને નીતિ નિર્માતાઓ પોતાના સૂચનો આપી શકે છે.
ફાયદા શું થશે
આ પહેલથી દાવાની ઝડપથી કામગીરી અને માત્ર 15 દિવસમાં નિકાલ થશે તથા પ્રક્રિયા સરળ અને પારદર્શક બનશે ઉપરાંત વિલંબ માટે નોમિની વ્યક્તિને વળતર મળશે. નાની-મોટી તમામ બેંકો માટે એકસરખી પ્રક્રિયા થશે અને વારસદારોને રાહત મળશે