આસારામની હાલત ગંભીર, ઇન્દોરની હોસ્પિટલમાં ICUમાં દાખલ

Spread the love

 

ગુજરાત અને રાજસ્થાનમાં બળાત્કારના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ફરી એકવાર રાહત મળી છે. રાજસ્થાન હાઈકોર્ટે આજે 8 ઓગસ્ટના રોજ આસારામ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી. કોર્ટે તેમના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા છે.
આસારામ વતી વકીલ નિશાંત બોરડાએ કોર્ટમાં તાજેતરના મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા. અગાઉ, ગુજરાત હાઈકોર્ટે પણ આ જ આધાર પર આસારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવી દીધા હતા. ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ છે રેપિસ્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આસારામનું ‘ટ્રોપોનિન લેવલ’ ખૂબ જ ઊંચું છે. આ ચિંતાનો વિષય છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે. તેઓ હાલમાં ઈન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે.
રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ દિનેશ મહેતા અને વિનીત કુમાર માથુરે તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચનાઓ જારી કરી છે. કોર્ટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની એક પેનલ બનાવવાનું કહ્યું છે. તેમાં બે કાર્ડિયોલોજિસ્ટનો પણ સમાવેશ થશે. ડોક્ટરોની આ ટીમ આસારામના ઉલ્લેખિત રોગોની સંપૂર્ણ તપાસ કરશે. ખાસ કરીને તેમના હૃદય સંબંધિત સમસ્યાઓની તપાસ કરવામાં આવશે કારણ કે તેમના લોહીમાં ‘ટ્રોપોનિન’નું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ હૃદય માટે હાનિકારક હોઈ શકે છે. ડોક્ટરોની ટીમ પોતાનો સંપૂર્ણ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરશે.
સુરત દુષ્કર્મકેસમાં ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે. આસારામે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવા માગ કરી હતી તેમજ હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યાં હતાં. સરકારી વકીલે આ સર્ટિફિકેટ ચકાસવા સમય માગ્યો હતો. આ અંગે 21 ઓગસ્ટે વધુ સુનાવણી યોજાશે, એટલે ત્યાં સુધી હંગામી જામીન લંબાવ્યા છે. આમ, હાઈકોર્ટે ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *