દેશના બહુચર્ચિત નીતિશ કટારા હત્યાકાંડના દોષી સુખદેવ પહેલવાનને સુપ્રીમ કોર્ટે છુટો કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, તેણે 20 વર્ષની પોતાની સજા પૂરી કરી છે. બેંચે મંગળવારે સુખદેવ પહેલવાનને ચોક્કસ સમય માટે ઉમર કેદની સજા મળી હતી. હવે તેણે 20 વર્ષની સજા પૂરી કરી લીધી છે તો પછી તેને છોડી દેવો જોઈએ. એના માટે અલગથી કોઈ આદેશની પણ જરૂર નથી.
કોર્ટે કહ્યું કે, આવા આદેશની જરૂર એવા કેસમાં હોય છે જ્યારે આખી જીંદગી જેલમાં રહેવાની સજા મળી હોય. ત્યારે અપીલ કરી શકાય છે. કે એક ચોક્કસ સમયમર્યાદાની સજા કાપ્યા પછી આરોપીને છૂટો કરી શકાય છે.
આ સાથે કોર્ટે એવા આરોપીઓ પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી હતી જેઓ સજા પૂર્ણ કર્યા પછી પણ જેલમાં છે. બેન્ચે કહ્યું હતું કે જેમણે સજા પૂર્ણ કરી હોય તેમને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. જો આવું વલણ રાખવામાં આવશે તો દોષી જેલમાં જ મરી જશે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે જેલ પ્રશાસનના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. બેન્ચે 29 જુલાઈના રોજ જ સુખદેવ પહેલવાન ઉર્ફે સુખદેવ યાદવને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સજા સમીક્ષા બોર્ડે તેના આચરણને ટાંકીને મુક્તિ મુલતવી રાખી હતી.
સુખદેવ યાદવની 20 વર્ષની આજીવન કેદ માર્ચમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. આ અંગે સુખદેવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેને ત્રણ મહિનાની રજા આપતા કહ્યું હતું કે, જ્યાં સુધી કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી તમે જેલની બહાર રહી શકો છો. પોતાના નિર્ણયમાં કોર્ટે જૂના આદેશને અવગણવા બદલ સજા સમીક્ષા બોર્ડને પણ ઠપકો આપ્યો હતો. બેન્ચે સીધો પ્રશ્ન કર્યો હતો કે, તમારું આ કેવું વર્તન છે.
દિલ્હી સરકાર વતી હાજર વકિલે કહ્યું કે, સુખદેવ પહેલવાનને આપમેળે મુક્ત કરી શકાય નહીં. આજીવન કેદનો મતલબ છે કે બચેલી જિંદગી જેલમાં જ વિતાવે.
સુખદેવ યાદવના વકિલ સિદ્ધાર્થ મૃદુલે કહ્યું કે, લેખીત આદેશ હતો કે 20 વર્ષની આજીવન કેદ આપવામાં આવે છે. આ આદેશ પ્રમાણે 9 માર્ચે સમયાવધિ પૂર્ણ થઈ ગઈ છે. હવે સુખદેવ પહેલવાનને કેદમાંથી છોડવા માટે કોઈ દલીલ આપવાની જરૂર નથી.