કોંગ્રેસ દ્વારા મેયરને આવેદન પત્ર આપી કરેલ રજુઆત,મૃતકના પરિવારને રૂા. ૧૦લાખનું વળતર આપી મૃતકના પરિવારને સાંત્વના આપવા કોંગ્રેસની માંગણી

Spread the love

 

b774ff13-1205-4af6-85a9-eb50abc672e3

e551d68a-b7b3-4be2-88bd-f9fa416a9c7b 385487b5-784a-4c7d-bd4d-a4cd8cc073e0

પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં ડીમોલીશનની કામગીરી દરમ્યાન નર્મદાબેન કુમાવત નામની મહિલાની હત્યા થવા બાબતે જવાબદાર તમામ અધિકારીઓને તાકીદે સસ્પેન્ડ કરો

અમદાવાદ 

અમદાવાદ શહેરના પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલ જશોદાનગર ખાતે ટી.પી.સ્કીમ નં ૬૪ (ઘોડાસર) ના ફા.પ્લોટ નં ૧૭માં જયશ્રી કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર કોર્મશયલ બાંધકામનું ડીમોલીશન કરવા પોલીસ બંદોબસ્ત વગર તા.૧૪-૦૮-૨૫ ના રોજ મ્યુ.કોર્પોનું એસ્ટેટ ખાતું કામગીરી કરવા સ્થળ પર ગયેલ તે સમયે સ્થાનિકો દ્વારા માલ સામાન બહાર કાઢી લેવા માંગણી કરેલ જેનો અસ્વીકાર કરાતાં પૂર્વ ઝોનના એસ્ટેટ ખાતાને કર્મચારીઓ તથા સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયેલ અને ગાડીઓ પર પથ્થરમારો પણ કરેલ હતો સદર સ્થળે ડીમોલીશનની કામગીરી દરમ્યાન નર્મદાબેન કુમાવત ઉ.વર્ષ ૩૭ દ્વારા હું આગ લગાડીને મરી જઈશ ત્યારે એસ્ટેટ ખાતાના કર્મચારીઓ દ્વારા તમારે જે કરવું હોય તે કરેો અમે તોડીને જ રહીશું કરેલ ત્યારે તે મહિલા દ્વારા શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન કરેલ તે સમયે તાત્કાલિક એલ.જી.હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવેલ તેઓ ૮૫ % દાઝી ગયેલ હોવાથી તેઓની હાલત ખુબ જ ગંભીર હતી ૩ દિવસની સારવાર બાદ તેઓ મૃત્યુ પામેલ છે

આ બાબતે આત્મવિલોપન કરનાર મૃતક મહિલા દ્વારા જણાવવામાં આવેલ કે, મ્યુ.કોર્પોનું એસ્ટેટ ખાતું દુકાન માલીકો પાસેથી રૂા.૧૦ લાખની રકમ લઈ ગયેલ છે તેમ છતાં પણ તમામ પ્રકારની માનવતા નેવે મુકી ડીમોલીશન કરવા આવેલ જેને કારણે લોકોનો આક્રોશ ભભુકી ઉઠયો હતો આ બાબતે મ્યુ.કોર્પોનું તંત્ર હવે મર્યાદા વટાવી હત્યારાની ભુમિકા આવી ગયેલ છે તેવી જણાઈ રહ્યું છે જો ગેરકાયદેસર બાંધકામ તે સમયે જ રોકી દેવામાં અથવા દુર કરી દેવામાં આવ્યું હોત તો આવી દુઃખદ ઘટના બનતી રોકી શકાઈ હોત શરમ જનક બાબત તો એ છે કે, આ બાબતે એફ.આઈ.આર નોંધવા માટે પણ તેમના પરિવારજનો તથા સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ફરજ પડેલ ત્યારબાદ માત્ર ઈન્સ્પેકટર કક્ષાના નાના બે અધિકારીઓ સામે જ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવેલ છે ત્યારે મોટા તોંતિગ પગાર લેતા અધિકારીઓની કોઈ જવાબદારી જ નહીં.મૃતક મહિલાના કુંટુંબમાં તેના પરિવારની કમાણી નું સાધન તરીકે એક માત્ર તેમની દુકાન જ હતી જે મ્યુ.કોર્પો.દ્વારા તોડી નખાતા પરિવારનું ભરણપોષણ પૂર્ણ નહીં થઈ શકે તેમ લાગતાં તેણે આત્મધાતી પગલું ભરેલ છે જેને કારણે તેઓના પરિવાર પર આભ તુટી પડયું હોય તેવી વેદના અનુભવી રહેલ છે હવે તેઓનું બાકી જીવન દેવું કેવી રીતે જીવી શકાશે? તે એક યક્ષ પ્રશ્ન બની રહેવા પામેલ છે. આ બાબતે તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ રોકવા બાબતે સમયસર કાર્યવાહી કરી હોત તો આ ઘટના નિવારી શકાઈ હોત પરંતુ તંત્રના અધિકારીઓની નાણાં લઈ ભષ્ટ્રાચાર આચરી ચુસાય તેટલા ચુસી લઈ તેઓને કેરીના ગોટલાની જેમ બેધર કરવાની હીન નીતીને કારણે એક પરિવારને પત્ની તથા માતા ગુમાવવાનો વારો આવ્યો છે જેથી પુરવાર થાય છે કે, જ્યાં સુધી કોઈપણ વ્યકિત પોતાની રજુઆત કે મુશ્કેલીના ઉકેલ માટે ઉગ્ર પગલું ના ભરે ત્યાં સુધી સત્તાધીશોની સંવેદના જાગૃત થતી નથી

આત્મવિલોપન કરનાર મૃતક મહિલા દ્વારા જે ૪.૦૦ લાખની કથિત રકમ આપવા તથા બનેલ દુ;ખદ ધટના બાબતે પૂર્વ ઝોનના એસ્ટેટ ખાતાના જવાબદાર તમામ અધિકારીઓને તાકીદે સસ્પેન્ડ કરવા તેમજ મૃતકના પરિવારને રૂા. ૧૦.૦૦ લાખનું વળતર આપી મૃતકના પરિવારને સાંત્વના આપવા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની આપશ્રીને ખાસ માંગણી અને લાગણી છે.

આજરોજ મ્યુ.કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શહેઝાદખાન પઠાણ, વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા તથાસ ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર, ઈમરાનભાઈ ખેડાવાલા, મ્યુ. કોંગ્રેસ પક્ષના મ્યુ.કાઉન્સીલરો સહિત કોંગ્રેસ પક્ષના વિવિધ કાર્યકરો ઉપસ્થિત રહી માન.મેયરશ્રીને મળી ઉપરોકત બાબતે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *