ગુજરાતના ગૃહ વિભાગે 105 IPS અને SPS અધિકારીઓની કરી બદલી અને બઢતી, જુઓ લીસ્ટ

Spread the love

 

IPS Officers Transfer: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ગુજરાતમાં એક સાથે 105 IPS અને SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. IPS અધિકારીઓની બદલીમાં 2012થી 2021ની બેચના 75 આઈપીએસનો સમાવેશ છે. રાજ્ય પોલીસ વિભાગમાં ફરી એક વખત બદલી કરવામાં આવી છે.

જ્યારે ડો. હર્ષદ પટેલની અમદાવાદ ઝોન-1માં નાયબ પોલીસ કમિશનર તરીકે ટ્રાન્સફર આપવામાં આવી છે. આ ઉપરાંત અક્ષયરાજ મકવાણાની ભરૂચમાં SP તરીકે બદલી આપવામાં આવી છે.

આ ઉપરાંત વલસાડના એસપી કરણરાજ વાઘેલાની સુરત ડિસીપી ઈકોનોમિક વિંગમાં બદલી કરવામાં આવી છે. પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરાઇ છે. મનોહરસિંહ જાડેજાની અરવલ્લી એસપી તરીકે બદલી કરાઇ છે. સ્ટેટ સાયબર સેલના એસપી ધર્મેન્દ્ર શર્માને વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા છે. આઈબીમાં એસપી મયુર પાટીલને વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા છે.

રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના ફીડબેક, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ, ફીડબેકને લઈને મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી અને અધિક મુખ્ય સચિવ (ગૃહ) વિભાગે વિચારણા કરીને ગણતરીના કલાકોમાં હુકમો કર્યા. કુલ 25 જિલ્લાના પોલીસ અધિક્ષક, ચારેય શહેરોના 32 જેટલા નાયબ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

ઓર્ડરની ખાસ બાબત એ રહી છે કે સીધી ભરતીના વર્ષ 2019-20ના આઈ.પી.એસ અધિકારીને શહેરમાં ઝોનમા, વર્ષ-2018 કે તેથી ઉપરના અધિકારીને જિલ્લાઓ અને વર્ષ 2012 અને 2013ના અધિકારીઓને નજીકના સમયમાં બઢતી મળવાની છે તેમને સી.આઈ.ડી ક્રાઈમના આર્થિક ગુના/ શહેરોના આર્થિક ગુનાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

દરેક શહેરોમાં ઝોન અને મુખ્યમથકની જગ્યામાં મહિલા અધિકારીની સપ્રમાણ નિમણુંક આપવામાં આવી છે.

પોલીસ ભવનની અગત્યની જગ્યા જેમ કે સ્ટાફ ઓફીસર, ટેકનીકલ સેલ સી.આઈ.ડી ક્રાઈમ, સાયબર ક્રાઈમ, કોસ્ટલ સિક્યુરીટી, તેમજ જેલ જેવી મહત્વની જગ્યાઓ ઉપર વર્ષ 2021ની બેચના સીધી ભરતીના અધિકારી તો બીજી બાજુ સ્ટેટ મોનીટરીંગ સેલ/સી.આઈ.ડી ક્રાઈમના આર્થિક ગુનાની જેવી મહત્વની જગ્યા ઉપર સિનિયર પોલીસ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *