
ઓનલાઈન સટ્ટાની એપનું કૌભાંડ ભારતમાં ઝડપથી ફેલાતું સાયબર ક્રાઈમ છે, જે લોકોને ગેમ કે ’ઓપિનિયન ટ્રેડિંગ’ના નામે સટ્ટો રમાડીને અબજો રૂપિયાની ઠગાઈ કરે છે. સામાન્ય લોકોથી લઈને વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને બેરોજગાર યુવાનો તેની જાળમાં ફસાયા છે. તે કેવું હોય છે તેની સંપૂર્ણ ગેમ વાંચો આ ખાસ અહેવાલમાં:
આ ગેમ અનામી એકાઉન્ટથી શરૂ થાય છે
મહાદેવ સટ્ટાબાજીની ઍપનું નેટવર્ક લગભગ 40 હજાર કરોડ રૂપિયા હતું અને તે રોજનાં 200 કરોડ રૂપિયાની કમાણી કરતું હતું. આ ફ્રેન્ચાઇઝી મોડેલ, અનામી એકાઉન્ટ્સ, કેવાયસી ફ્રોડ અને મલ્ટીપલ કોલ સેન્ટર્સથી સંચાલિત હતું.
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર યુએઈ સ્થિત પ્રમોટર્સ પાસેથી કરોડોની લાંચ લેવાનો આરોપ છે. જો કે તેમણે આ આરોપોને નકારી કાઢ્યાં છે. આવી જ રીતે ફેરપ્લે સટ્ટાની એપ, પ્રોબો એપ, રેડ્ડી અન્ના સટ્ટાબાજી એપ દ્વારા સેંકડો લોકોને છેતરવામાં આવ્યાં હતાં.
શું છે સટ્ટાબાજી એપનું કૌભાંડ?
તે એક બનાવટી ઓનલાઇન પ્લેટફોર્મ છે જે ખેલાડીઓને ’ગેમ’ અથવા ’ઓપિનિયન ટ્રેડિંગ’ ના બહાને સટ્ટાબાજીમાં ફસાવે છે. શરૂઆતમાં યુઝરને જીતાડીને આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ તે પૈસા જમા કરાવતાં તેને ઉપાડમાં અડચણો જણાવીને જાળમાં ફસાવી લેવામાં આવે છે.
આ રીતે કામ કરે છે આ પ્લેટફોર્મ
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આ પ્લેટફોર્મ ઘણીવાર પોતાને કૌશલ્ય આધારિત રમતો તરીકે પ્રમોટ કરે છે, પરંતુ તે નસીબ-આધારિત પરિણામો પર કામ કરે છે. આમાં, કપટપૂર્ણ એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કૃત્યોને કાયદા હેઠળ જુગારની કામગીરી તરીકે વહેંચવામાં આવે છે.
:-લોકો આ રીતે ફસાય છે :-
સંબંધિત કાર્યક્રમોનું સર્જન કરવું
સેલિબ્રિટી પ્રમોશન : બોલિવૂડ અને સાઉથના મોટા નામો પ્રમોટર્સ તરીકે બહાર આવ્યાં હતાં.
વિશ્વાસ જીતવો: શરૂઆતમાં જીતેલી રકમ બતાવીને પૈસા જમા કરાવવા અને પછી ઉપાડ પર રોક લગાવવી.
કઈ-કઈ હસ્તીઓ સામે આવી?
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, હરભજન સિંહ, યુવરાજ સિંહ, સુરેશ રૈના ઉપરાંત રાણા દગ્ગુબતી, વિજય દેવેરાકોંડા, પ્રકાશ રાજ અને નિધિ અગ્રવાલ જેવા મોટા નામો શંકાના દાયરામાં આવી ગયા છે. જો કે, કોઈની સામે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સટ્ટાબજાર 100 અબજ ડોલરથી વધુનું છે
ઇડીનો અંદાજ છે કે ભારતમાં ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટા બજાર 100 અબજ ડોલરથી વધુનું છે. આ એપ્સ હવે લગભગ 22 કરોડ ભારતીય યૂઝર્સ સુધી પહોંચી રહી છે. આ એપ્સના કારણે ઘણાં લોકોને નુકસાન થાય છે, જેનાં કારણે લોકો આત્મહત્યા પણ કરી રહ્યાં છે.
તેલંગાણામાં દાખલ કરવામાં આવેલી એક પીઆઈએલમાં ઓનલાઇન સટ્ટાબાજીમાં નુકસાનને કારણે 1,023 થી વધુ આત્મહત્યાનાં અહેવાલ છે. પીડિતોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, દૈનિક વેતન મજૂરો અને બેરોજગાર યુવાનોનો સમાવેશ થાય છે.