ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર 1 લાખ 50 હજાર પાનાની ચાર્જશીટ કરાઈ, 1550 કરોડના કૌભાંડનો છે મામલો

Spread the love

 

ગુજરાતમાં સૌપ્રથમ વખત સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જી હા, સુરતના ઉધના વિસ્તારમાં થયેલા સાયબર ફ્રોડ કેસમાં 1 લાખ 50 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે આરોપીએ 1550 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હતું. જેના અનુસંધાને દોઢ લાખ પાનાની ચાર્જશીટ કરવામાં આવી છે. આ કેસમાં 12 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

  • ગુજરાત પોલીસના ઈતિહાસમાં સૌથી મોટી ચાર્જશીટ
  • ઉધના સાયબર ફ્રોડ મામલે 1 લાખ 50 હજાર પાનાની ચાર્જશીટ
  • સાયબર ફ્રોડ કેસના 12 આરોપીઓને કડક સજા થાય તે માટેનો પ્રયાસ
  • આરોપીઓએ 1550 કરોડ રૂપિયાનું કર્યું હતુ કૌભાંડ

એક બે પેજ નહી પરંતુ એક લાખ 50 હજાર પાનાની પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેશમાં કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાઈ છે. થોડા દિવસ પહેલા ઉધનામાં 1550 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ઝડપાયું હતુ. જે કેસમાં અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપી કિરાત જાદવાણી, દિવ્યેશ ચકરાણી સહિતના ચાર આરોપીઓ વિરૂદ્ધ 200થી વધુ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.

બેંક એકાઉન્ટ ખોલાવવામાં આરોપીઓ દ્વારા ખાસ MO અપનાવાવમાં આવી હતી. જે MO અંગેના પુરાવા પણ એકત્ર કરી ચાર્જશીટ રજુ કર્યા હતા. આરોપીઓ પાસે મળી આવેલ 165 બેંક એકાઉન્ટ સામે NCR પોર્ટલ પર 2500 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી 37 ફરિયાદ સુરતની છે.

  • 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર્જશીટ
  • પોલીસે 1.50 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરી
  • 88 દિવસની તપાસમાં 200 સાક્ષીઓના નિવેદન લીધા
  • સામાન્ય વાહન ચેકિંગથી શરૂ કરી હતી તપાસ

22 મે 2025ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરતની ઉધના પોલીસને મહત્વના પુરાવા મળી આવ્યા હતા. જેના થકી ઉધના પોલીસે 1550 કરોડ રૂપિયાના સાઇબર ફ્રોડના રેકેટ સુધી પહોંચી હતી. ઉધના પોલીસને શંકાસ્પદ વ્યક્તિ વાહન ચેકિંગ દરમિયાન મળી આવ્યો હતો. તેની પાસેથી બેન્ક એકાઉન્ટના અનેક ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. જેના અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. એન, દેસાઈએ જણાવ્યું કે, પોલીસે સમગ્ર કેસની તપાસ દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કિરાત જાદવાણી, દિવ્યેશ ચકરાણી સહિતના આરોપીઓ પાસેથી 165 જેટલા કરંટ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. આરોપીઓની કડક પૂછપરછ અને તપાસ દરમિયાન RBL બેંકના આઠ કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી હતી.

તમામ બેંક ખાતાનો ઉપયોગ ગેમિંગ, સટ્ટાબાજી અને સાયબર ફ્રોડ જેવા ખોટા વ્યવહારો માટે થતો હતો. મુખ્ય આરોપી કિરાત જાધવાણી અને તેના સાથીદારોએ આ કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. RBL બેંકના કર્મચારીઓને ખોટા એકાઉન્ટ ખોલવાના બદલામાં બે લાખ રૂપિયા સુધીની લાલચ આપવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *