સુરત સોનાની મૂરત, પ્રથમ વખત હીરાની હરાજી

Spread the love

વિશ્વમાં નામના કમાનારા સુરતના (surat) હીરા (Diamond) ઉદ્યોગકારોને હવે ઘર આંગણે જ રફ ડાયમંડ મળી રહે એ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુરતમાં મધ્યપ્રદેશમાં આવેલી રફની ખાણોમાંથી ડાયકટ હીરાની હરાજી (Auction)કરવામાં આવનાર છે. આ હરાજી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના (Gem & Jewelry Export Promotion Council) ઉપક્રમે સુરત ખાતે સૌપ્રથમ વખત યોજાઇ રહી છે. જેના રજીસ્ટ્રેશનની શરૂઆત આજથી કરવામાં આવી હતી અને રજી સ્ટ્રેશન કરનાર તમામ બાયરો માટે આવતા સપ્તાહે રફ હિરાજેની હરાજી થવાની છેતે જોવા માટે મળશે. જેમ અન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સીલના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, 25000 કેરેટ રફ ડાયમંડની જાહેર હરાજીની પ્રક્રિયા 2019ની શરૂ થઇ ગઇ છે. આજથી તેમાં ભાગ લેવા માટેના રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયા છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે મુંબઇ કે વિદેશોમાં પ્રત્યક્ષ જવું પડતું હતું, આ મહેણું ભાંગી રહ્યું છે. જી.જે.ઇ.પી.સી.ના પ્રયાસો રંગ લાવ્યા છે અને મધ્યપ્રદેશ સ્થિત પન્ના ડાયમંડ માઇન્સમાંથી નીકળતા રફ ડાયમંડ પૈકીના 25000 કેરેટના હીરાનું સૌપ્રથમ વખત ઇ ઑકશન સુરત મુકામે થવા જઇ રહ્યું જીજેઇપીસીના ત્રણેક હજાર જેટલા મેમ્બર્સ આ હરાજીમાં ભાગ લઇ શકશે.  19થી 23 સપ્ટેમ્બર 2019 જીજેઇપીસી મેમ્બરશીપ ડ્રાઇવ, 24થી 27 સપ્ટેમ્બર ઇચ્છાપોર ખાતે સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે 25000 કેરેટ રફ હીરાના જથ્થાનું પ્રદર્શન 28મી સપ્ટેમ્બરથી ઇ-ઑકશન શરૂ થશે જે સુરતમાટે ગર્વ લેનાર વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com