Gj 1 ના રહીશો ટેન્શનમાં, સાબરમતી નદીમાં ધમધોકાર પુર, રિવરફ્રન્ટ બન્યો નદી

Spread the love

 

Ahmedabad Rains : અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ધરોઈ ડેમનું પાણ સંત સરોવરમાં આવ્યું છે, અને સંત સરોવરનું પાણી સાબરમતી નદીમાં આવ્યું છે. આ કારણે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીનું લેવલ સંપૂર્ણ ઘટાડી દેવાયું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ સુભાસ બ્રિજથી ઈન્દિરા બ્રિજ તરફનો રિવરફ્રન્ટ નદીમાં ગરકાવ થયો છે.

રિવરફ્રન્ટનો પશ્ચિમ તરફનો લોઅર પ્રોમીનાડ ડૂબ્યો છે. તકેદારીના ભાગરૂપે પોલીસ અને રિવરફ્રન્ટ સુરક્ષાકર્મીઓ દ્વારા જમાલપુર પશ્ચિમ રિવરફ્રન્ટ વોક વે પરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

  • ધરોઈ ડેમમાં જળ સ્તર ઘટ્યું
  • જળ સ્તર ઘટીને 86.44 ટકા થયું
  • જળ સ્તર ઘટવાની સાથે જળસપાટી પણ ઘટી
  • જળ સપાટી 618.46 ટકા થઈ ગઈ
  • હાલમાં ધરોઈ ડેમના 4 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા
  • 8 દરવાજા ખોલ્યા બાદ 4 દરવાજા બંધ કરાયા
  • પાણીની આવક 32,200 ક્યુસેક
  • ડેમમાંથી સાબરમતી નદી માં 32,200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

રિવરફ્રન્ટ વોક વે પર પાણી ફરી વળ્યા
અમદાવાદની સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રિવરફ્રન્ટ પર જમાલપુરની સરખામણીએ સુભાસબ્રિજ નજીક સ્થિતિ ગંભીર જોવા મળી છે. નદીના ધસમસતા પાણી રિવરફ્રન્ટના વોક વે પર ફરી વળ્યાં છે. હાલ સ્થિતિ એવી છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવાયેલા પાળાની ઉપરથી પાણી વહી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેટલીક મશીનરી પણ પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. સુભાસ બ્રિજ રેલવે ટ્રેક નીચે ભયાવહ નજારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓની છેડતી, નવરાત્રિ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમ

ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ગાંધીનગરના સંતસરોવરમાં પાણીની આવક વધી છે. સંત સરોવરમાથી હાલ સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેને કારણે સાબરમતી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. નદીમાં અત્યાર સુધી 60000 ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ છે.

નીચાણવાળા વિસ્તારોવાળા સાવધાન રહેજો
તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજ ખાતે 25 ગેટ 6 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ ખાતે ધસમસતા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. વાસણા બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક થઈ રહી છે. હાલ બેરેજ માંથી નદીમાં 35000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તકેદારી રૂપે સાબરમતી નદી નજીક આવેલા અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *