સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં યુવતી પર હુમલો, અમદાવાદના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

Spread the love

 

સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એલએલબીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે તેના પૂર્વ સંબંધ ધરાવતા યુવકે હુમલો કર્યો છે. મહેસાણાની યુવતીએ અમદાવાદના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 23 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10:30 વાગ્યે યુવક યુનિવર્સિટીની લો કોલેજની લોબીમાં આવ્યો હતો. તેણે યુવતીને ફોન ન ઉપાડવા બાબતે ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ યુવતીને માર મારી ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીના ગાલ પર થપ્પડ મારી હતી.
આરોપી યુવક યુવતીને પુરુષ વોશરૂમમાં ખેંચી ગયો હતો. ત્યાં તેણે યુવતી સાથે મારઝૂડ કરી હતી. તેણે યુવતીના શરીર પર ખરાબ ઈરાદાથી અડપલાં કર્યા હતા. યુવતીને તેની સાથે આવવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ઈનકાર કરતાં આરોપીએ ફોનમાં રહેલા બંનેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી) અને ૭૫(૨) હેઠળ યુવક સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *