——-
ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા માં અંબાના દર્શનાર્થે પગપાળા અંબાજી જતા
શ્રદ્ધાળુઓ માટે આવતીકાલથી પદયાત્રી સેવા કેમ્પનો પ્રારંભ થશે
——-
શહેરના ચ રોડ પર BSNL ઓફિસ, સે.૧૧ પાસે સ્થિત સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે
અલ્પાહાર, ભોજન, વિશ્રામ, મેડિકલ સેવા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે
——-



ગાંધીનગર
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર શહેર ભાજપ દ્વારા પ્રમુખ આશિષકુમાર દવેના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા માં અંબાના દર્શનાર્થે પગપાળા પવિત્ર યાત્રાધામ અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે શહેરના ચ રોડ પર BSNL ઓફિસ, સે.૧૧ પાસે સુવિધાયુક્ત પદયાત્રી સેવા કેમ્પ તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૫, સાંજે ૭.૦૦ કલાકે થી શરૂ થશે. પદયાત્રીઓ માટે સેવા કેન્દ્રમાં અલ્પાહાર, ભોજન, વિશ્રામ, મેડિકલ સેવા સહિતની વ્યવસ્થા કરાઇ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજિત આ સેવા કેમ્પમાં શહેર ભાજપ પરિવાર પોતાની સેવા આપશે. પદયાત્રી સેવા કેમ્પના ઉદ્ધગાટન પ્રસંગે ધારાસભ્યો, મેયર, મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ, નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.