શરીર અને મનની સંકલન ક્ષમતા નબળી પડી ગઈ છે.. શું ટ્રમ્પને મગજની ગંભીર બિમારી થઇ હોય તેવું લાગી રહ્યું છે..

Spread the love

 

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત સતત લથડી રહી હોવાનું અને તેઓ તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો બે મનોવૈજ્ઞાનિકોએ કર્યો છે. ટ્રમ્પની બીમારીના લક્ષણો દિવસેને દિવસે કથળતા જોવા મળી રહ્યા છે અને ટ્રમ્પને મગજની ગંભીર બીમારી હોવાનું માનવામાં આવે છે. યુએસ પ્રમુખના સાયકોમોટર પર્ફોર્મન્સમાં પણ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત તેમની યાદશક્તિ પણ ક્ષીણ થઈ રહી હોવાના ગંભીર લક્ષણો સામે આવ્યા છે. ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ્સ ડો. હેરી સેગલ અને ડો. જ્હોન ગાર્ટનરે 79 વર્ષીય ટ્રમ્પનું અવલોકન કર્યું હતું જેમાં તેમને યુએસ પ્રમુખમાં ડિમેન્શિયા (ચિત્તભ્રંશ) ના સ્પષ્ટ લક્ષણો જણાયા હતા. આ બંને માનસશાસ્ત્રીઓએ ટ્રમ્પના શરીર અને મનની અસરકારક સંકલન ક્ષમતામાં (સાઈકોમોટર ફંક્શન) ઘટાડો નોંધ્યો હતો. તાજેતરમાં શ્રિન્કિંગ ટ્રમ્પ કાર્યક્રમમાં ગાર્ટનરે જણાવ્યું કે, ટ્રમ્પના મોટર પર્ફોર્મન્સમાં ઘટાડો નોંધાયો છે. આનો સંદર્ભ ચિત્તભ્રંશ સાથે પણ છેકારણકેતેનાથી શરીરની બધી જ કાર્યક્ષમતા બગડે છે. ટ્રમ્પના હાથ પર એક કાળો ડાઘ પણ જણાય છે જેને તેઓ છૂપાવવાનો સતત પ્રયાસ કરતા જણાય છે. જાહેરમાં તેમનો વ્યવહાર, ભાષા અને બોલવામાં તકલીફ જેવા ચિહ્નો પ્રથમ સંકેત હતો. ગાર્ટનરે દાવો કર્યો હતો કે, ટ્રમ્પ ડિમેન્શિયાના એક કરતા વધુ પ્રકારથી ગ્રસ્ત છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાયેલી તાજેતરની બેઠકના કેટલાક વીડિયોનું મનોવૈજ્ઞાનિકોએ આકલન કર્યું હતું. જેમાં ટ્રમ્પને રેડ કાર્પેટ પર સીધા ચાલવામાં પણ મુશ્કેલી પડતી હોવાનું જણાયું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *