
મુંબઈના વસઈ વિસ્તારમાં નારંગી રોડ પર સ્થિત રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશાયી થયો. મોડી રાત્રે ચાર માળની ઈમારતનો પાછળનો ભાગ ધરાશાયી થયો. વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી. નારંગી રોડ પર ચામુંડા નગર અને વિજય નગર વચ્ચે સ્થિત રમાબાઈ એપાર્ટમેન્ટની ચાર માળની ઇમારતનો પાછળનો ભાગ ગઈકાલે મોડી રાત્રે ધરાશાયી થયો.અત્યાર સુધીમાં 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તાર મુંબઈ ઉપનગરનો ભાગ છે પરંતુ પાલઘર જિલ્લામાં આવે છે. પાલઘર પોલીસે જણાવ્યું હતું કે, ‘વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ અને બે NDRF ટીમોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને વિરાર અને નાલા સોપારાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.’ આ ઘટના ત્યારે બની જ્યારે ચોથા માળે એક વર્ષની બાળકીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે અચાનક રમાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ બિલ્ડિંગમાં લગભગ 12 પરિવારો રહેતા હતા. હજુ પણ 20-25 લોકો કાટમાળમાં ફસાયેલા હોય શકે છે. સ્થાનિકોએ જણાવ્યું કે, આ બિલ્ડીંગ એટલી જૂની હતી અને વરસાદના કારણે દીવાલમાં તિરાડ પડી ગઈ હતી. અધિકારાઓ દ્વારા સુરક્ષાના ધોરણને ધ્યાને રાખીને બીજી વિંગને પણ ખાલી કરી દેવામાં આવી છે.