શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ સામે FIR : ડિફેક્ટિવ વાહનોના માર્કેટિંગનો આરોપ

Spread the love

 

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અને એક્ટ્રેસ દીપિકા પદુકોણ સામે રાજસ્થાનના ભરતપુરમાં FIR નોંધાઈ છે. જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે તે એક વકીલ છે. આ વકીલનું નામ છે કીર્તિ સિંહ. જેણે પહેલા ફરિયાદ નોંધવા માટે અરજી આપી હતી અને બાદમાં કોર્ટે શાહરૂખ અને દીપિકાની સામે FIR નોંધવાના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના ભરતપુરના વકીલ કીર્તિ સિંહે સ્ટાર્સ શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણ વિરૂદ્ધ અરજી નોંધાવી હતી અને હવે કોર્ટે પણ કેસ નોંધવાના આદેશ આપ્યા છે. આ કેસ ડિફેક્ટિવ વાહનોની માર્કેટિંગના આરોપો લગાવ્યા છે. ફરિયાદીની અરજી પછી પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
કીર્તિ સિંહનો આરોપ છે કે, તેમણે વર્ષ 2022માં લગભગ 23.97 લાખની એક કાર ખરીદી હતી. પછી તેમણે HDB ફાઇનાન્સિયલ સર્વિસિસથી કાર લોન કરાવી અને અડધી રકમ રોકડ આપી હતી. વકીલ દ્વારા એવા આરોપ લગાવામાં આવ્યા છે કે, તેની કારમાં ઘણી ખામીઓ છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે વકીલનું કહેવું છે કે, આ સમસ્યા એટલી મોટી છે કે તેને સ્થાયી રીતે સુધારી શકાતી નથી કારણ કે આ મેન્યુફેક્ચરિંગની સમસ્યા છે. આવામાં તેમને ઘણું નુકસાન થયું છે. આ હ્યુન્ડાઈ કંપનીની અલ્કાઝર કારના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ છે. તેઓ પણ આ બધામાં સામેલ છે. સાથેજ તેમણે કાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનસો કિમ. ડિરેક્ટર, Coo અને શોરૂમ માલિકોના નામ પણ ફરિયાદમાં નોંધાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *