એક દેશ પાસે ઉડતું એફ-35 છે અને આપે તરતુ એફ-35 બનાવ્યું છે, એ પણ પુરી રીતે ભારતમાં બનાવેલુ ઃ રક્ષામંત્રી

Spread the love

 

Rajnath Singh's mention of US jet at warships' launch: India has floating F- 35 - India Today

રક્ષામંત્રી રાજનાથસિંહે આજે ભારતીય નૌસેનાની પુર્વી નૌસેના કમાનમાં બે નવા યુદ્ધ જહાજો આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરીને નૌસેનાને કમીશન કર્યા હતા. આ તકે તેમણે ક્રુરતા નૌસેનાને અભિનંદન આપી સંબોધન કરતા જણાવ્યું હતું કે આપે દેશમાં બનેલ એફ-35 જેવું યુદ્ધ જહાજ લોન્ચ કર્યુ છે. એક દેશ પાસે ઉડતું એફ-35 છે અને આપે તરતુ એફ-35 બનાવ્યું છે, એ પણ પુરી રીતે ભારતમાં બનાવેલું. રાજનાથસિંહ અમેરિકાના એફ-35 લડાયક વિમાનની તરફ ઈશારો કરી રહ્યા હતા, જે પોતાની ઝડપ અને છુપાઈને હુમલો કરવાની ક્ષમતાથી જાણીતું છે. તેમણે જણાવ્યું હતું કે આ જહાજોમાં જે હથિયાર અને સેન્સર લાગેલા છે, તે તેને આપવા સમુદ્રના અજેય રક્ષક બનાવે છે. સંરક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ બન્ને યુદ્ધ જહાજ ભારતમાં બનાવવામાં આવ્યા છે. તેમાં લાગેલા હથિયાર અને સેન્સર તેને સમુદ્રમાં એવો રક્ષક બનાવે છે જેને કોઈ હરાવી ન શકે. મને જણાવવામાં આવ્યું છે કે તેમાં અનેક આધુનિક ટેકનિકોને પણ જોડવામાં આવી છે.

Airlift Awaited, Internet Celebrated: F-35B Fighter Goes Viral in Kerala - DeshabhimaniA day onboard INS Vikrant: Navy's big push for another carrier and new fighter jets - India Today

INS Udaygiri & INS Himgiri: Features, Specs & Significance

Navy commissions two advanced stealth frigates in major boost to defence capabilities - India Today

Navy commissions two advanced stealth frigates in major boost to defence capabilities - India Today

આ જહાજોમાં લાંબા અંતર સુધી હુમલો કરનાર હથિયાર અવાજથી વધુ ગતિએ દોડનાર મિસાઈલો, રોકેટ લોન્ચર, ટોપિંડો લોન્ચર, યુદ્ધ દરમિયાન કામ આવનાર કોમ્પ્યુટર સીસ્ટમ અને ફાયર કંટ્રોલ સીસ્ટમ જેવી અનેક જરૂરી બને. આધુનિક સીસ્ટમ લાગેલી છે. રાજનાથસિંહે નવા જમાનાની ટેકનીક અપનાવવા પર જોર આપ્યું હતું અને કહ્યું હતું કે આપણે હથિયારોના સ્ટોકને આધુનિક બનાવવો પડશે અને સેનાને ભવિષ્યના માટે તૈયાર રાખવી પડશે.

Indian Navy commissions two stealth frigates, INS Udaygiri and INS Himgiri

Navy to commission two stealth frigates INS Udaygiri and INS Himgiri today

Two Indigenous Stealth Frigates, INS Udaygiri and INS Himgiri, to Join Indian Navy on August 26

રાજનાથસિંહે જણાવ્યું હતું કે આજના સમયમાં પુરાણી વિચારધારા કામ નહીં આવે. આપણે અગાઉથી જ નવા ખતરાનો અંદાજ લગાવીને ઉકેલ કાઢતા રહેવું પડશે. તેમણે કહ્યું હતું કે આજે લડાઈની પદ્ધતિ સાવ બદલી રહી છે એટલે જરૂરી છે કે આપણે ખુદને અપડેટ રાખીએ અને નવી પદ્ધતિઓ પર વિચાર કરીએ, જેના બારામાં હજુ સુધી કોઈએ વિચાર્યું ના હોય. ભારત પુરી રીતે પોતાની સમુદ્રી સીમાઓની રક્ષા કરવામાં સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *