
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં ફેસલામાં વિલંબ પર આશ્ર્ચર્ય વ્યકત કર્યુ છે અને એમ પણ કહ્યુંં છે કે હાઈકોર્ટ ત્રણ મહિનાની સમય સીમામાં ફેસલો આપી દે. આનો મતલબ એ થયો કે ફેસલો સુરક્ષિત રાખવાના ત્રણ મહિનામાં ફેસલો સંભળાવવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કેરોલની આગેવાની વાળી બેંચે સોમવારે આપેલા ફેસલામાં કડક વલણ અપનાવી કહ્યું હતું કે, હાઈકોર્ટમાં અનેક મામલામાં સુનાવણી બાદ મહિનાઓ સુધી ફેસલા સુરક્ષિત રાખવામાં આવે છે.
જો આ સમય સીમામાં ફેસલો હાઈકોર્ટ ન આપી શકે તો પછી સંબંધિત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બે સપ્તાહનો વધારાનો સમય આપશે તેમ છતાં ફેસલો ન થઈ શકે તો આ મામલો કોઈ અન્ય બેંચને સોંપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મહિનાઓ સુધી ફેસલા સુરક્ષિત રાખવાના મામલાને ચોંકાવનારી પ્રથા બતાવી હતી. સુપ્રીમે જણાવ્યું હતું કે આ સ્થિતિ જે પક્ષકાર છે તેમનો ન્યાય પ્રક્રિયામાંથી ભરોસો ઉઠી જાય છે. આનાથી ન્યાયનો અસલ ઉદેશ વિફળ થઈ જાય છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં વારંવાર એવા કેસ આવે છે જેમાં 6 મહિના અને વર્ષ સુધી ફેસલો સંભળાવવામાં આવતો નથી હોતો. આવા કેસોમાં બન્ને પક્ષોની દલીલો થઈ ચૂકી હોય છે અને ફેસલો સુરક્ષિત રહે છે.
રાજયપાલને સુપ્રીમની ફટકાર શું ગવર્નર મની બિલ પણ રોકી શકે છે?ઃ
બિલ પર ફેસલો સંભળાવવા માટે રાજયપાલ અને રાષ્ટ્રપતિ માટે શું ટાઈમલાઈન નકકી થઈ શકે છે? સુપ્રિમ કોર્ટે આ મુદા પર રાષ્ટ્રપતિ તરફથી મોકલવામાં આવેલ રેફરન્સ પર સુનાવણી દરમિયાન બંધારણની કલમ 200ની વ્યાખ્યા પર ચિંતા વ્યકત કરી છે. કહેવામાં આવે છે કે રાજયપાલ પાસે સ્વતંત્ર રીતે બિલને રોકી રાખવાની શકિત છે. કોર્ટે મૌખિક રીતે કહ્યુંં કે જો આમ છે તો આનો મતલબ એ થશે કે રાજયપાલ મની બિલ પણ રોકી શકે છે, જેને મંજૂરી આપવા તે મજબૂર બને છે.