
ભાજપના મંત્રીઓ તથા નેતાઓ ઈતિહાસ બદલવાના માહીર છે. વિશ્વના પ્રથમ અંતરીક્ષ યાત્રી હનુમાન હતા તેવા પુર્વ મંત્રી અનુરાગ ઠાકુરના દાવા બાદ હવે કેન્દ્રના કૃષિમંત્રી શિવરાજ ચૌહાણે તેમાં પણ આગળ વધતા દાવો કર્યો કે વિશ્વમાં પ્રથમ વિમાન રાઈટ બ્રધર્સનું નહી પણ ભગવાન રામનું પુષ્પક હતું. તેઓએ આ વિધાન ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એજયુકેશન એન્ડ રીસર્ચમાં દેશના વર્તમાન અને ભાવી વૈજ્ઞાનિકો સમક્ષ આ નિવેદન આપી રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે ભારત ગુલામ બની ગયું તેથી તેની ટેકનોલોજીકલ સરસાઈ રહી ન હતી. તેઓએ કહ્યું કે વિશ્વ જયારે અજ્ઞાનના અંધકારમાં હતું તે સમયે ભારતમાં જ્ઞાનનો પ્રકાશ હતો. આપણું વિજ્ઞાન અને ટેકનોલોજી અત્યંત આગળ હતા. જયારે રાઈટ બ્રધર્સનું અસ્તિત્વ ન હતું તે સમયે પુષ્પક વિમાન ભારતમાં ઉડતું હતું. ભારતના પૌરાણિક ગ્રંથો વાંચવાની સલાહ આપી હતી. તેઓએ મહાભારતમાં બ્રહ્માસ્ત્ર સહિતના શસ્ત્રોનો ઉપયોગ થયો તેનો ઉલ્લેખ કર્યો હતો પણ એ સમય આવ્યો આપણે ગુલામીમાં ચાલ્યા ગયા અને આપણું વિજ્ઞાન-ટેકનોલોજી આગળ વધી શકયુ નહી.