

GJ-18 ખાતે આજરોજ અંબાજી જતા પદયાત્રીઓ માટે ભાજપ દ્વારા કેમ્પ ખોલવામાં આવ્યો છે ત્યારે તમામ યાત્રીઓ માટે આધુનિક સગવડો સાથે તમામ સગવડ કરવામાં આવી છે, ભાજપ શહેર પ્રમુખ દ્વારા પદયાત્રીઓને ભોજનથી લઈને ચા નાસ્તાની પણ સગવડ કરવામાં આવી છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે GJ-18 ભાજપ શહેર દ્વારા ખોલેલ કેમ્પની મુલાકાત લીધી હતી, ત્યારે કેમ્પ જોઈને ખુશ થઈ ગયા હતા, તેવામાં પગપાળા ચાલતો સંઘ આવ્યો અને તમામને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યા હતા, રથના દર્શન પણ કરીને ધન્યતા અનુભવી હતી.