શૈલેષ ભટ્ટની જામીન અરજી કેસમાં જ સુપ્રિમ કોર્ટે બીટકોઇન માટે પોલીસી બનાવવા કેન્દ્રને સલાહ આપી હતી
દેશમાં બીટકોઇનએ હવાલાનું નવું સુધારેલું સ્વરૂપ બની ગયું છે : સુપ્રિમ કોર્ટ
બીટકોઇન બિઝનેસ ગેરકાનુની નહીં હોવાનું સ્વીકાર્યુ પણ તેના દુષણો પણ ગણાવ્યા હતા

નવી દિલ્હી,
ગુજરાતના બીટકોઇન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા સહિતના 14 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી તેમાં અગાઉ સુપ્રીમ કોર્ટમાં પણ આ કેસ પહોંચ્યો હતો. જસ્ટીસ સુર્યકાંતની ખંડપીઠે આજીવન કેદની સજા મેળવનાર આરોપી શૈલેષ ભટ્ટની જામીન અરજીની સુનાવણી કરતા સમયે બીટકોઇનના બિઝનેસને હવાલાના ધંધાના એક સુધારેલા સ્વરૂપ તરીકે ગણાવ્યું હતું જેના માટે રીફાઇન્ડ ઓફ હવાલા બિઝનેસ તરીકે ઓળખાવ્યો હતો. આ ખંડપીઠે જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ પણ બીટકોઇનના સંદર્ભમાં એક કેસમાં કેન્દ્ર સરકારને આ વર્ચ્યુઅલ કરન્સી અંગે એક પોલીસી તૈયાર કરવા માટે જણાવ્યું હતું પરંતુ હજુ સુધી તેમાં કંઇ થયું નથી. સીનીયર એડવોકેટ મુકુલ રોહતગીએ શૈલેષ ભટ્ટ વતી જામીન અરજી રજૂ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભારતમાં બીટકોઇન એ ગેરકાનુની નથી તેઓએ આ સંદર્ભમાં શૈલેષ ભટ્ટની ગેરકાનુની કરી હોવાનો દાવો કર્યો હતો જસ્ટીસ સુર્યકાંતે કહ્યું કે તેમને વ્યકિતગત રીતે બીટકોઇન અંગે કોઇ જ્ઞાન નથી પરંતુ અમે કેન્દ્ર સરકારને આ સહિતની વર્ચ્યુઅલ કરન્સી અંગે એક પોલીસી બનાવવા માટે જણાવ્યું હતું. ત્યારપછી કોઇ સમસ્યા નહીં રહે. તેમણે કહ્યું કે, કેટલાક સાચા બીટકોઇન છે અને કેટલાક બનાવટી પણ છે પણ ભારતમાં બીટકોઇનએ હવાલા સુધારેલુ સ્વરૂપ બની ગયું છે અને તેના પર કોઇ નિયમન નથી. એડીશ્નલ સોલીસીટર જનરલ ઐશ્વર્યા ભાટીએ ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ વિભાગ વતી દલીલો કરી હતી. સર્વોચ્ચ અદાલતે જોકે તેમનું વલણ યથાવત રાખ્યું હતું.