
દેશમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને ખરડાઓ રોકવાની સત્તા અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું કોઇ રાજ્યપાલ વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ મની બીલ એટલે કે બજેટને પણ જો મંજૂરી ન આપે અને લાંબો સમય રોકીને અનિર્ણિત સ્થિતિમાં રાખે તો શું તે સ્વીકાર્ય બનશે.
સુપ્રીમ કોર્ટે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજ્યપાલોને આ પ્રકારે સત્તા આપી દેવાથી રાજ્ય સરકારના કામકાજને અસર થઇ શકે છે. અગાઉ સર્વોચ્ચ અદાલતે તામિલનાડુમાં રાજ્યપાલ દ્વારા રોકાયેલ 10 જેટલા ખરડાઓને પોતાને મળેલી બંધારણની કલમ 142 હેઠળ મંજૂરી આપતા જ સમયે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે સંસદ દ્વારા તથા વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલ ખરડાઓ ત્રણ માસમાં નિર્ણય લેવાની સમયમર્યાદા બાંધી હતી.
જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રેસિડેન્ટ રીફરન્સથી સુપ્રીમ કોર્ટને શું આ પ્રકારની સત્તા છે તે પૂછયું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલોના કામકાજની જવાબદારી અંગે સ્પષ્ટ સીમા સમય નથી તેનો અર્થ એ નથી કે રાજ્યપાલો કોઇ ખરડા ઉપર કોઇ કાર્યવાહી ન કરે.
સર્વોચ્ચ અદાલતની દલીલ હતી કે આ પ્રકારે નિર્ણય લેવામાં આવે તો રાજ્યમાં કાનુન અને વ્યવસ્થાની સ્થિતિને અસર પહોંચી શકે છે. રાજ્ય વિધાનસભાના સભ્યોને રાજ્યની જનતા દ્વારા લોકતાંત્રિક રીતે મતદાન કરીને ચૂંટવામાં આવ્યા છે. તે રાજ્યની જનતાના કલ્યાણ સુનિશ્ચિત કરવા વધુ સક્ષમ છે અને બંધારણની કલમ 201માં રાષ્ટ્રપતિને માટે વિધેયકો પર કાર્યવાહી કરવા માટે સમય સીમા નિર્ધારીત છે અને ત્રણ મહિનામાં નિર્ણય લેવાનો છે.
સર્વોચ્ચ અદાલતની આ દલીલો વચ્ચે સરકારે એવો પ્રશ્ન પુછયો હતો કે ધારાગૃહે મંજૂર કરેલ ખરડાએ મંજૂરી આપીને સત્તા ફકત રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને છે. કોર્ટને આ પ્રકારની કોઇ સત્તા નથી. સુપ્રીમ કોર્ટમાં ભાજપ શાસનના 10 રાજ્યોએ તેને સમર્થન કર્યુ હતું.
તે સમયે કેન્દ્ર સરકાર વતી રજુ થયેલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ એવો પ્રશ્ન પુછયો કે આ જ પ્રકારે જો ખરડાઓ રોકવાના મુદ્દે અદાલતમાં હવે તો રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલની વિવેકાધીન સત્તાને અસર થશે.
તેમને એવો પ્રશ્ન ઉઠાવ્યો કે માની લો કે કોઇ પણ રાજયમાં કાનુન અને વ્યવસ્થાની સમસ્યા થઇ ગઇ હોય અને કોઇપણ સ્થાનિક પોલીસ તે સંભાળી શકે તેમ ન હોય તે સ્થિતિમાં અર્ધસૈનિક દળોની તૈનાતી માટે કેન્દ્ર સરકારને શું અદાલતમાં અરજી કરવી પડે. મારો જવાબ છે કે તે જરૂરી નથી. હવે સર્વોચ્ચ અદાલત આ મુદે વધુ સુનાવણી કરશે.