
કચ્છ જ્યોતિષ મંડળની બેઠક પ્રીતિબેન રાજગોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મંડળના 44મા સ્થાપના દિવસ નિમિત્તે 14 સપ્ટેમ્બરે એક દિવસીય જ્યોતિષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યા મુજબ, લોકો વિવિધ પ્રશ્નો અને મૂંઝવણ સાથે જ્યોતિષી પાસે માર્ગદર્શન લેવા આવે છે. આ વર્કશોપમાં શિક્ષણ, કેરિયર અને નાણાકીય બાબતો (ECF) પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જ્યોતિષીઓ આ ક્ષેત્રોમાં વધુ સચોટ માર્ગદર્શન આપી શકે તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્કશોપનું સંચાલન અમદાવાદના જાણીતા જ્યોતિષી કોસમોગુરુ મૌલિક ભટ્ટ કરશે. કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે. ઇચ્છુક વ્યક્તિઓએ 5 સપ્ટેમ્બર પહેલાં 9428220472 નંબર પર નોંધણી કરાવવાની રહેશે. વર્કશોપની તૈયારીઓમાં પ્રફુલ જોશી, ભાવેશ શાસ્ત્રી, પ્રશાંત ભોજક, ગીરીશભાઈ ગોર અને પૂજા ભાટિયા સહિતની ટીમ કાર્યરત છે. મંડળના મંત્રી અશોક માંડલિયાએ સમયસર નોંધણી કરાવવા અપીલ કરી છે.