- ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવ્યા બાદ ફરિયાદી સાથે સમાધાન થાય તો આરોપી જેલથી બચી શકે: સર્વોચ્ચ અદાલત
- પંજાબ-હરિયાણા હાઇકોર્ટના ચુકાદા અને રદ કરી ડબલ બેંચનો ઐતિહાસિક ચુકાદો
- ચેક બાઉન્સમાં પક્ષકારો વચ્ચે સમાધાન થયા બાદ દોષિત ઠેરવતા સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી
પંજાબ હરિયાણા હાઇકોર્ટના ચુકાદાને રદ કરી સુપ્રીમ કોર્ટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ના ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
જેમાં ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠર્યા પછી આરોપી ફરિયાદી સાથે સમાધાન કરે તો જેલની સજાથી બચી શકે છે, પક્ષકારો વચ્ચે સમાધાન ડીડ પર હસ્તાક્ષર થયા પછી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠરાવી શકાતી નથી. તેમ ડબલ બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.પંજાબ હરિયાણા હાઇકોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ના ગુનામાં પક્ષકારો વચ્ચે સમાધાન થયા પછી પણ દોષિત ઠેરવવામાં આવતા છે હુકમ સામે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં પડકારતા જે અપીલ ચાલવા પર આવતા જેમાં જસ્ટિસ અરવિંદ કુમાર અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે ચેક રિટર્ન નો ગુનો મુખ્યત્વે એક સિવિલ ગુનો હતો અને તેને ખાસ કરીને માંડવાળ બનાવવામાં આવ્યો હતો. ” કોર્ટે નેગોસીએબલ એક્ટ કલમ ગુનાને ક્રિમિનલ વુલ્ફ્સ ક્લોથિંગમાં સિવિલ શીપ તરીકે ઉલ્લેખ કર્યો હતો જેનો અર્થ એ થયો કે ઉપરોક્ત જોગવાઈ હેઠળ પક્ષકારો દ્વારા ઉશ્કેરવામાં આવેલા મુદ્દાઓ ખાનગી પ્રકૃતિના છે જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની વિશ્વસનીયતાને મજબૂત કરવા માટે ગુનાહિત અધિકારક્ષેત્રમાં લાવવામાં આવે છે,સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જ્યારે બન્ને પક્ષો કરાર કરે છે અને સમાધાન કરે છે, ત્યારે તેઓ કેસની પ્રક્રિયાથી પોતાને બચાવવા માટે આવું કરે છે, તેમને આમ કરવાની મંજૂરી આપે છે. એમ કોર્ટે જણાવ્યું હતું. “ફરિયાદીએ સમાધાન દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા પછી ડિફોલ્ટ રકમ અને અંતિમ સમાધાનમાં રકમ સ્વીકારી લીધા પછી, નેગોસીએબલ એક્ટની કલમ 138 હેઠળની કાર્યવાહી પર કોઈ અસર પડી શકે નહીં; તેથી, નીચેની અદાલતો દ્વારા આપવામાં આવેલી સજાને બાજુ પર રાખવી પડશે,” બેન્ચે કહ્યું. સુપ્રીમ કોર્ટની ડબલ બેંચના ચુકાદાથી અપીલના કેશમા સમાધાન કરવા માગતા અનેક કેસોને લાભ કરતાં થશે. જ્યારે ફરિયાદી રકમ મેળવવા માટે જ કાનૂની લડત લડતો હોય છે ત્યારે ફરિયાદીને ચેક રિટર્નની રકમ મળી જતી હોય ત્યારે સજાનો કોઈ સવાલ રહેતો નથી હા ચુકાદાથી બંનેના પરિવારને ન્યાય મળે છે.