સપ્ટેમ્બર મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ પર એકથી વધુ ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થવા જઈ રહી છે. આ સ્ટાર ડેબ્યૂથી લઈને એક્શન થ્રિલર સુધીની છે. એટલે કે, આ મહિને, દર્શકો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરના થિયેટરોમાં જે ચૂકી ગયા તે બધું જોઈ શકે છે. આવો અહીં જાણીએ કે આ મહિને ઓટીટી પર જાણીતી ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થવા જઈ રહી છે, ક્યારે અને ક્યાં તમે તેને જોઈ શકશો?

સૈયારા
મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, સૈયારા એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા છે જેણે અહાન પાંડે અને અનિત પડાના બોલિવૂડ ડેબ્યૂની શરૂઆત કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટી ધમાલ મચાવી હતી અને તે વર્ષ 2025ની અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. આ ફિલ્મને તમે નેટફ્લિક્સ પર 12 સપ્ટેમ્બરે જોઈ શકશો.

કુલી
લોકેશ કનાગરાજ લિખિત અને દિગ્દર્શિત આ પેન ઇન્ડિયા એક્શન થ્રિલર ફિલ્મ કુલીમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં નાગાર્જુન અક્કીનેની, શ્રુતિ હાસન, સૌબિન શાહિર, સત્યરાજ, ઉપેન્દ્ર અને રચિતા રામ પણ છે. આમિર ખાન અને પૂજા હેગડેએ આ ફિલ્મમાં કેમિયો કર્યો છે ત્યારે હવે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા બાદ 11 સપ્ટેમ્બરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

માલિક
પુલકિત દ્વારા નિર્દેશિત અને કુમાર તૌરાની અને જય શેવાકરમણી દ્વારા નિર્મિત આ એક્શન થ્રિલર ફિલ્મમાં રાજકુમાર રાવ, પ્રોસેનજિત ચેટર્જી અને માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે થિયેટરોમાં સારૂ પ્રદર્શન કર્યું ન હતું પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે સ્ટ્રીમિંગ સાઈટ પર વધુ દર્શકો મેળવશે. તે 5 સપ્ટેમ્બરના રોજ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર રજૂ કરવામાં આવશે.

ડુ યુ વોના પાર્ટનર
કોલિન ડી’કુન્હા અને અર્ચિત કુમાર દ્વારા નિર્દેશિત અને ધર્મા એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત આ કોમેડી ડ્રામા સિરિઝમાં તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટી બેસ્ટીઝ તરીકે ચમકી રહ્યાં છે, જેણે આલ્કોહોલ સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે.જેને તમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર 12 સપ્ટેમ્બરથી જોઈ શકો છો,

આંખો કી ગુસ્તાખીયા
માનસી બગલા દ્વારા લિખિત અને સંતોષ સિંહ દ્વારા દિગ્દર્શિત ઝી સ્ટુડિયોઝ અને મિની ફિલ્મ્સ દ્વારા નિર્મિત, આ રોમેન્ટિક ડ્રામામાં વિક્રાંત મેસીની સામે શનાયા કપૂરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને હવે તેને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ઝી ફાઈવ પર 5 સપ્ટેમ્બરના રોજ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

બોલિવૂડની બે…એસ
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ ઓટીટી સિરિઝથી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે, જેમાં કીલ જોડી, લક્ષ્ય અને રાઘવ જુગલ મિત્રોની ભૂમિકામાં છે. આ સીરીઝને તમે નેટફ્લિક્સ પર 18 સપ્ટેમ્બરથી જોઈ શકો છો.

ટ્રાઈલ-2
મા બાદ કાજોલે પોતાનાં આગામી ઓટીટી વેન્ચર ધ ટ્રાયલની બીજી સીઝન શરૂ કરી હતી, જે ધ ગુડ વાઇફની ઓફિશિયલ રિમેક છે. જેને તમે જિયોહોટસ્ટાર પર 19 સપ્ટેમ્બરથી જોઈ શકો છો.

ઈન્સ્પેક્ટર ઝેન્ડે
ચિન્મય માંડલેકર દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ કોમેડી થ્રિલર ફિલ્મમાં મનોજ બાજપેયીએ ઇન્સ્પેક્ટર મધુકર ઝેંડેની ભૂમિકા ભજવી છે જ્યારે જિમ સરભ કુખ્યાત સિરિયલ કિલર ચાલ્ર્સ શોભરાજથી પ્રેરિત પાત્ર ‘કાર્લ ભોજરાજ’નું પાત્ર ભજવી રહ્યો છે. જય શેવાક્રામાની અને ઓમ રાઉત નિર્મિત આ ફિલ્મનું પ્રીમિયર 5 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર થશે.

તન્વી: ધ ગ્રેટ
અનુપમ ખેરે તન્વી: ધ ગ્રેટ ફિલ્મથી દિગ્દર્શક તરીકે પુનરાગમન કર્યું હતું. તે સૈયારાની રીલીઝના દિવસે જ રિલીઝ થઇ હોવાથી તેને યોગ્ય સ્ક્રીન અને શો મળ્યાં ન હતાં. પરંતુ જે ઓ.ટી.ટી. પર લે છે તે હિટ રહી શકે છે જેને તમે નેટફ્લિક્સ પર 12 સપ્ટેમ્બરથી જોઈ શકો છો.

સન ઓફ સરદાર-2
સૈયારાની લહેર એટલી મોટી હતી કે રિલીઝના એક અઠવાડિયા પછી પણ સન ઓફ સરદાર 2ને સારી ટકકર આપવાનું ચાલું રાખ્યું હતું. આમ છતાં અજયની ફિલ્મ થોડીઘણી ચાલી હતી હવે તે 26 સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર આવી રહી છે.

ધડક-2
સિધ્ધાંત ચતુર્વેદી અને ત્રિપતી ડીમરીની ફિલ્મ ‘ધડક-2’ સિનેમા ઘરમાં બહુ ચાલી ન હતી તે હવે નેટફલીકસ પર ર6મી સપ્ટેમ્બરે આવી રહી છે.