
ટેરિફ ઉપરાંત રશિયા-ચીન સાથેના ભારતના સંબંધોથી અત્યંત નારાજગી દર્શાવી હતી અને આપણે ચીનના હાથે ભારત-ચીન ગુમાવી દીધા છે તે હદ સુધીની ટિપ્પણી કરનાર અમેરિકી રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ સૂર બદલ્યો છે. તેઓએ અગાઉના વિધાનોના 12 જ કલાકમાં વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું હંમેશા મોદીનો દોસ્ત રહીશ અને હું ભારત સાથેના સંબંધોને પુનઃ સુધારવા તૈયાર છું. એક તરફ અમેરિકી મંત્રીઓ હજું પણ ભારત સામે ગમે તે ભાષામાં બોલી રહ્યા છે તે વચ્ચે ટ્રમ્પનો આ યુ-ટર્ન સૂચક છે. તેઓએ પોતાના સોશ્યલ મીડીયા પર પણ એક પોસ્ટમાં અગાઉ જે કોમેન્ટ કરી હતી તેનાથી અલગ સૂર દર્શાવતા કહ્યું કે મને લાગતું નથી.
આપણે ચીનના હાથે ભારત-રશિયાને ગુમાવી દીધા છે. મને એ વાતથી નિરાશા છે કે ભારત હજું પણ રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદે છે. અમોએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે. આ ખૂબજ વધુ ટેરીફ છે પણ તમો જાણો છો કે મારે વડાપ્રધાન મોદી સાથે ખૂબજ સારા સંબંધો છે. થોડા મહિના પુર્વે જ તેઓ અહી આવ્યા હતા અને બન્ને સાથે રોઝ ગાર્ડન ગયા હતા અને એક પત્રકાર પરિષદ પણ યોજી હતી. આમ ફકત 12 કલાકમાંજ ટ્રમ્પે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યાનો સંકેત છે. ખાસ કરીને તેઓને ભારતને `હાથ’માંથી જવા નહી દેવા ટોચના અમેરિકી ઉદ્યોગપતિઓ, અર્થશાીઓ તરફથી સલાહ મળી રહી છે તે બાદ ટ્રમ્પનો આ યુટર્ન સૂચક છે.