
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ચોંકાવનારૂ નિવેદન કર્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચેની ગાઢ દોસ્તી હવે ખતમ થઈ ગઈ છે. બોલ્ટને ચેતવણી આપી છે કે ટ્રમ્પના સારા સંબંધો વિશ્વ નેતાઓને તેમની નીતિઓની ખરાબ અસરથી નથી બચાવી શકતા, તેમનું આ નિવેદન એવા સમયે બહાર આવ્યું છે. જયારે ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા બે દાયકામાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ટ્રમ્પની ટેરિફ નીતિ અને તેમના પ્રશાસનની ભારત વિરૂધ્ધ સતત આલોચનાએ આ સંબંધોને નબળા પાડયા છે.
બોલ્ટને બ્રિટીશ મીડિયા પોર્ટલ એલબીસીને આપેલા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય સંબંધોને માત્ર નેતાઓ સાથેના પોતાની અંગત દોસ્તીમાં ચશ્માથી જુએ છે દાખલા તરીકે જો તેમની મિત્રતા પુતિન સાથે સારી છે તો તેઓ માની લે છે કે અમેરિકા અને રશિયાના સંબંધો પણ સારા છે, પણ હકીકત એથી જુદી છે, ઠીક, આવી હાલત ભારત સાથે છે, ટ્રમ્પ અને મોદીની દોસ્તી સારી હતી તે હવે ખતમ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાએ વરસો સુધી એ કોશિ કરી હતી કે ભારત પોતાના જૂના મિત્ર રશિયા તરફ ઝુકાવવાળા વલણથી હટે અને ચીનને પોતાનો સૌથી મોટો સુરક્ષા પડકાર માને પણ ટ્રમ્પની નીતિઓએ આ મહેનત પર પાણી ફેરવી નાખ્યું.