જમ્મુના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, લશ્કરનો એક આતંકવાદી ઠાર, એક સૈનિક ઘાયલ

આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ છુપાયેલા આતંકીઓની શોધ શરૂ
કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો છે. સોમવારે સવારે ગુદ્દરના જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક સૈનિક ઘાયલ થયાના પણ સમાચાર છે. આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ પોલીસ, સેનાની 9 RR અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
માહિતી અનુસાર, લશ્કરના 2 થી વધુ આતંકવાદીઓ જંગલમાં છુપાયેલા છે. બંને બાજુથી ગોળીબાર ચાલી રહ્યો છે અને વધારાના સુરક્ષા દળોને આ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ, ટીમ ગદ્દરના જંગલોમાં શંકાસ્પદ સ્થળે પહોંચી. છુપાયેલા આતંકવાદીઓએ ત્યાં ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી, સૈનિકોએ વળતો જવાબ આપ્યો.