અમદાવાદ
WAG-12B એક ટ્વીન-સેક્શન 25 કેવી એસી ઇલેક્ટ્રિક માલવાહક એન્જિન છે જેને મેસર્સ અલ્સ્ટોમ અને ભારતીય રેલવે દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે અને તેનું નિર્માણ મધેપુરા બિહાર સ્થિત ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમા કરવામાં આવી રહ્યું છે.આ નિર્માણ કાર્ય પ્રોક્યોરમેન્ટ કમ મેન્ટેનન્સ એગ્રીમેન્ટ (PCMA)તારીખ 30 નવેમ્બર 2015 હેઠળ કરવામાં આવી રહ્યું છે, જે મુજબ 11 વર્ષના સમયગાળામાં કુલ 800 WAG-12 ઇલેક્ટ્રિક લોકોમોટિવ પૂરા પાડવામાં આવશે.આ પ્રોજેક્ટ હેઠળનું પહેલું એન્જિન 2017 માં મધેપુરા ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાંથી રોલ આઉટ કરવામાં આવ્યું હતું અને તેને સહારનપુર ડેપોને ફાળવવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે 250માં લોકોમોટિવના નિર્માણ સુધી તેને સહારનપુરમાં જ રાખવામાં આવ્યું આ પછી, 251થી 500મા લોકોમોટિવના નિર્માણ સુધીતો નાગપુર શેડમાં રાખવામાં આવ્યું હતું.
ત્યાં જ,501 થી 800માં લોકોમોટિવના નિર્માણ સુધી કુલ 300 WAG-12B એન્જિનો ની જાળવણી માટે ત્રીજા મેન્ટેનન્સ ડેપો સાબરમતી શેડને નિયુક્ત કરવામાં આવ્યો છે. હાલની તારીખ સુધી, સાબરમતી લોકોમોટિવ શેડમાં કુલ 50 WAG-12 ઇલેક્ટ્રિક લોકોમોટિવ રાખવામાં આવ્યા છે.
SN Features Specifications
1. લંબાઈ/ 38.4 મીટર્સ.
2. વજન 180 t 200t સુધી અપગ્રેડ કરી શકાય છે
3. બોગી ગોઠવણી Bo-Bo એરેન્જમેન્ટ એઈટ એક્સસેલ્સ
4. એક્સલ લોડ 22.5 t જોગવાઈઓને 25 t સુધી અપગ્રેડ કરી શકાય
5. મહત્તમ ગતિ 100 કિમી/કલાકને 120 કિમી/કલાક સુધી અપગ્રેડ કરી શકાય છે
6. ટ્રેક્ટિવ પ્રયત્ન 612 KN થી શરૂ કરીને ~785 KN સુધી અપગ્રેડ કરી શકાય છે
7. બ્રેક સિસ્ટમ રિજનરેટિવ + ન્યુમેટિક (બ્રેક બ્લેન્ડિંગ )
8. ફ્રેઈટ ક્ષમતા 6,300 ટન સુધીનું પરિવહન
અધિક વિદ્યુત શક્તિ/ક્ષમતાની તાકાતને એક્સલ લંબાઈની સીમમાં ફિટ કરવા માટે આ લોકોમોટિવને બે યુનિટોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે એક વેસ્ટિબ્યુલ (ગેંગવે) દ્વારા એકબીજામાં જોડાયેલા હોય છે. પ્રત્યેક યુનિટના બાહ્ય છેડે તેની પોતાની ડ્રાઇવિંગ કેબ હોય છે. તે વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને સંચાલનની જટિલતાને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક સુવિધાઓ જેવી કે ડીડીયુ (ડ્રાઇવર ડિસ્પ્લે યુનિટ) માં સોફ્ટ-કી નિયંત્રણો, કૂલિંગ સિસ્ટમ માટે ડિહ્યુમિડિફાયર, અને એર-કન્ડિશન્ડ કેબિન સામેલ છે.
• મશીનનું વર્ણન :-
• ૩ ફેઝ લોકો ને લિફ્ટિંગ વગર એક્સલ બોક્સ માટે મોટરાઇઝ્ડ ચેન્જિંગ કીટ
• મોડેલ સંખ્યા .:-IE.3PH. એક્સલ CK.50
• ક્ષમતા:- 50 ટન (દરેક સિંગલ હાઇડ્રોલિક જેક, સક્રિય)
• બંધ કરવાની ઊંચાઈ:- 360 મીમી
• ઓપરેટિંગ દબાણ-550 કિગ્રા/સેમી 2 મહત્તમ.
કાર્ય:- લોકો ના કોઈપણ કારણોસર એક્સલ બોક્સને દૂર કરવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ કોઈપણ જગ્યાએ જ્યાં વીજળીનો પુરવઠો હોય ત્યાં આ કામ કરવા માટે થઈ શકે છે. આ મશીન દ્વારા રેલ્વેના પ્રાથમિક કોઇલ સ્પ્રિંગને પણ બદલી શકાય છે.
બચત:-જો રેલયાનના એક્સલ બોક્સને રેલયાન લિફ્ટ કરીને દૂર કરવામાં આવે તો 4 શિફ્ટ અને 12 મેનપાવરની જરૂર પડે છે અને જો ડ્રોપ ટેબલ પર પણ આ જ કામ કરવામાં આવે તો 3 શિફ્ટ અને 08 મેનપાવરની જરૂર પડે છે.
પરંતુ જો આ કામ મશીન દ્વારા કરવામાં આવે તો તે એક શિફ્ટ અને 03 મેનપાવરથી થઈ શકે છે.
મશીનનું વર્ણન:-
• પીવોટ હાઉસિંગ ફિટિંગ અને ડિસમેંન્ટલિંગ માટે મોટરાઇઝ્ડ પીવટ હાઉસિંગ ચેન્જિંગ કીટ.
• ઓપરેટિંગ પ્રેશર- 80 કિગ્રા/સેમી2
કાર્ય:- 3 Ø આ લોકો નો IOH શેડ્યૂલ અને અંડર રિપેર જાળવણી દરમ્યાન સેન્ટર પિવોટના ઇલાસ્ટીક રિંગને બદલવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનમાં ઇલાસ્ટીક રિંગ્સને દૂર કરવા અને ફિટ કરવા માટે વિવિધ ફિક્સર છે. આ મશીનનો ઉપયોગ કોઈપણ પીટ લાઇન પર આ કામ માટે થઈ શકે છે જ્યાં વીજળી પુરવઠો હોય. અત્યાર સુધી આ કામ વટવા શેડમાંથી મશીન લાવીને કરવામાં આવતું હતું જેમાં 4 સ્ટાફ, 2 શિફ્ટ અને પરિવહન સાધનોની જરૂર હતી. હવે આ બચત થશે.

મશીનની વિગતો:-
• WAG-9 લોકો માટે 70 ટન ક્ષમતાવાળી સ્ફેરીબ્લોક ચેન્જિંગ કીટ
• ક્ષમતા:-70 ટન
• પિસ્ટન રોડ વ્યાસ:-70 મીમી
• પિસ્ટન સ્ટ્રોક:-250 મીમી
• દબાણ:-220-225 કિલોગ્રામ
કાર્ય :- 3 Ø લોકોના IOH, TOH શેડ્યૂલ દરમિયાન એક્સલ ગાઇડ અને ટોર્કઆર્મ ના સ્ફેરિબ્લોકને બદલવા માટે આ મશીનનો ઉપયોગ થાય છે. આ મશીન દ્વારા એક્સલ ગાઇડ અને ટોર્ક આર્મ સ્ફેરિબ્લોક બદલવા માટે અલગ ફિક્સર છે. આ મશીનને કોઈપણ નિશ્ચિત જગ્યા પર જ્યાં વીજળીનો પુરવઠો હોય ત્યાં આ કામ કરી શકાય છે.
અત્યાર સુધી આ કામ વટવા શેડમાં એક્સલ ગાઇડ અને ટોર્ક આર્મના સ્ફેરીબ્લોક્સ અને સ્ફેરીબ્લોક્સ મોકલીને અને ત્યાં મશીનનો ઉપયોગ કરીને કરવામાં આવતું હતું, જેમાં 4 સ્ટાફ, 2 શિફ્ટ અને પરિવહન સાધનોની જરૂર હતી. હવે આ બચત થશે.




