કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે જુનાગઢમાં, સંગઠન સૃજન અભિયાન’નો પ્રારંભ

Spread the love

 

824 કરોડના ખર્ચે બનેલ ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું 14મીએ અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન

 

 

વર્ષ 2036માં ઓલમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાત પણ આ માટે સજ્જ થઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરા ખાતે ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે. 1.18 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં રૂ. 824 કરોડના ખર્ચે બનેલા આ કોમ્પ્લેક્સનું લોકાર્પણ આગામી 14 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. તે દરમિયાન ભવ્ય કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલિસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે અને તેની ગુણવત્તા અને સુવિધાઓને માન્યતા આપી છે. એશિયન એકવાટીક ચેમ્પિયનશીપ અને વર્લ્ડ વેઈટલીફટીંગ ચેંપિયનશીપની ટુર્નામેન્ટ આ નવા બનેલા સ્પોર્ટ્સ ખાતે યોજશે. આમ વિવિધ અંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને સુવિધાઓ બાબતે માન્યતા આપવામાં આવી ચૂકી છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
824 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનીને તૈયારઃ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રગતિનગર, નંદનવન પાસે રૂ. 824 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો 29 મે 2022ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયો હતો. આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક નોમ્ર્સ અને જુદા જુદા ગેમ્સના ફેડરેશન દ્વારા કરવામાં આવેલા સૂચનો અને ભલામણોના આધારે લગભગ 1.18 ચો.મી.ના બિલ્ટઅપ એરિયા સાથે ડિઝાઈન કરી અને રૂ. 824 કરોડના અંદાજીત ખર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યું છે. આ સિવાય સામાન્ય નાગરિકો પણ પોતાને મોબાઈલમાંથી બહાર કાઢીને ફિટ રહી શકે એ માટે કોમ્પ્લેક્સની અંદર જ ફિટ ઈન્ડિયા ઝોન બનાવાયો છે, સાથે જ ખેલાડીઓ માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ બનાવાયાં છે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું વિશાળ પાર્કિંગ બનાવાયું છે. અહીં આવવા માટે લોકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા મળી રહે એ માટે અમદાવાદ શહેરની વચ્ચોવચ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરાયું છે. સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ 24×24ની હાઈટના બે મુખ્ય હોલ. બેડમિન્ટન, વોલીબોલ અને બાસ્કેટબોલ રમતોનું આયોજન થશે. ટેકવાન્ડો, કબડ્ડી, રેસલિંગ, જેવી રમતોની ટ્રેનિંગ પણ થઈ શકે છે. ઈન્ડોર મલ્ટિ સ્પોર્ટ્સ અરેન હોલ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *